For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કુલ કેસનો આંક હવે 27,000ને પાર

- કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 580 કેસ

- અમદાવાદમાં 29 મે બાદ સૌથી ઓછા 273 કેસ: સુરતમાં હવે 176 કેસ સાથે ચિંતાજનક સ્થિતિ

Updated: Jun 21st, 2020

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૦ કેસ સાથે 'કોરોના વિસ્ફોટ' થયો છે. એક દિવસના ગાળામાં ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૨૭૩૧૭ થઇ ગયો છે. હવે  ચિંતાજનક રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં રેકોર્ડ ૧૭૬ કેસ નોંધાયા હતા. સુરતમાં આ એક દિવસના ગાળામાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. બીજી તરફ અમદાવાદમાં ૨૭૩ કેસ સાથે ૨૯ મે બાદ સૌથી ઓછા કેસ નોંધાયા હતા. 

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૨૩ જિલ્લાઓમાં કોરોના નવા કેસ સામે આવ્યા છે. કુલ ૫૮૦ કેસમાંથી અમદાવાદમાં ૫૦ ટકાથી પણ ઓછા કેસ હોય તેવું સંભવતઃ સૌપ્રથમવાર બન્યું છે. અમદાવાદમાં હવે કોરોનાના કુલ કેસનો આંક ૧૮૮૩૭ થઇ ગયો છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૯ હજારની નજીક છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ ૩૮૯૩ છે. બીજી તરફ અનલોક-૧ બાદ સુરતમા ંકોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સતત બીજા દિવસે ૧૦૦થી કેસ નોંધાતા હવે રેકોર્ડ બ્રેક ૧૭૬ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક ૩૨૩૩ થઇ ગયો છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ૪૧ સાથે વડોદરા, ૧૫ સાથે ગાંધીનગર, ૧૦ સાથે ભરૃચ, ૯ સાથે અરવલ્લીનો સમાવેશ થાય છે. આમ, વડોદરમાં હવે કોરોનાના કુલ કેસનો આંક ૧૮૫૪, ગાંધીનગરમાં ૫૬૩, મહેસાણામાં ૨૧૧, ભાવનગરમાં ૧૯૭, રાજકોટમાં ૧૮૫ છે.

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૬૨૯૬ છે અને તેમાંથી ૫૯ વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૨૦, સુરતમાંથી ૩, અરવલ્લી-છોટા ઉદેપુરમાંથી ૧-૧ના મોતનો સમાવેશ થાય છે. આમ, કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે ૧૬૬૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૫ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરવામાં સફળતા મેળવી છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪૨૭, સુરતમાંથી ૧૩૧, વડોદરામાંથી ૪૦, ગાંધીનગરમાંથી ૧૫નો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં હવે કોરોનાથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા હવે ૧૯૩૫૭ થઇ ગઇ છે.

કયા જિલ્લામાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ?

જિલ્લો        એક્ટિવ કેસ

અમદાવાદ     ૩૮૯૩

સુરત           ૭૮૯

વડોદરા        ૬૧૨

ગાંધીનગર      ૧૯૪

રાજકોટ           ૮૫

ભરૃચ             ૮૦

કયા જિલ્લામાં કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ?

જિલ્લો     એક્ટિવ કેસ

ડાંગ            ૦૦

પોરબંદર       ૦૨

છોટા ઉદેપુર    ૦૩

મોરબી         ૦૪

તાપી           ૦૫

ગીર સોમનાથ  ૦૬

દેવભૂમિ દ્વારકા  ૦૬

 


Gujarat