For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 626 નવા કેસ, 19ના મોત, 440 થયાં સ્વસ્થ

Updated: Jun 29th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 29 જુન 2020, સોમવાર

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. રાજ્યમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોનો આંકડો હવે 600 પાર આવી રહ્યો છે. આજે પણ રાજ્યમાં આ આંકડો 600ને પાર આવ્યો. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 626 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1828 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 32,023 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 440 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 624 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 222, સુરત કોર્પોરેશન એરિયામાં 185, વડોદરા કોર્પોરેશન એરિયામાં 47 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 63 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6884 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 23,248 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1828 થયો છે.

સુરતમાં સંક્રમણ બન્યું ઝડપી

રાજ્યમાં અમદાવાદ સિવાય સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આજે સુરત કોર્પોરેશનમાં 185 અને સુરત જિલ્લામાં 21 કેસ સાથે સુરતમાં કુલ 206 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4630 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે સુરતનો કોરોનાથી મૃત્યુઆંક 154 પર પહોંચ્યો છે. હાલ સુરતમાં 1333 એક્ટિવ કેસ છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદ છેલ્લા 24 કલાકમાં કોર્પોરેશન એરિયામાં 222 અને જિલ્લામાં 14 કેસ સાથે કુલ 236 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20,716 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 171 દર્દીઓ સ્વસ્થ થયા છે આ સાથે કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15,829 થયો છે. અમદાવાદમાં કુલ 1432 દર્દીઓના મોત થયાં છે. હાલ અમદાવાદમાં 3,455 એક્ટિવ કેસ છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ236
સુરત206
વડોદરા50
પાટણ20
રાજકોટ13
આણંદ11
મહેસાણા10
અમરેલી10
સુરેન્દ્રનગર9
ભરૂચ8
ખેડા7
અરવલ્લી6
જામનગર6
ભાવનગર5
પંચમહાલ3
ગીર સોમનાથ3
જૂનાગઢ3
ગાંધીનગર2
કચ્છ2
દેવભૂમિ દ્વારકા2
નવસારી2
બનાસકાંઠા1
બોટાદ1
સાબરકાંઠા1
વલસાડ1
અન્ય રાજ્ય8
કુલ626
Gujarat