For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોના સંકટ ચિંતાજનક, આજે 783 નવા કેસ, સુરતના આંકડો 250ને પાર

Updated: Jul 8th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 08 જુલાઈ 2020, બુધવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. આજે પણ દરરોજ નોંધાતા કેસનો આંકડો વધી રહ્યો છે. આજે આ આંકડો ચિંતાજનક રહ્યો. રાજ્યમાં હવે સુરત કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું છે. સુરતમાં આજે નોંધાયેલા કેસનો આંકડો 250ને પાર રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 783 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 16 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1995 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 37,684 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 783 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 215 અને જિલ્લામાં 58 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 7 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 55 અને જિલ્લામાં 12 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 26 અને જિલ્લામાં 13 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 9111 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 27,313 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1995 થયો છે.

સુરતની સ્થિતિ

સુરતમાં કોરોના સંક્રમણ ઝડપી બન્યું છે. આજે સુરત કોર્પોરેશન એરિયામાં 215 અને જિલ્લામાં 58 કેસ સાથે કુલ 273 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાનો કુલ આંક 6731 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 199 દર્દીઓના મોત થયાં છે. હાલ સુરતમાં 2166 એક્ટિવ કેસ છે.

હજારો રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત

લોકડાઉન સમયે સૌરાષ્ટ્ર આવેલા કારીગરો અનલોક જાહેર થતાં સુરત પરત ફર્યા હતા પરંતુ કેટલાક રત્ન કલાકારો કોરોના સંક્રમિત બનતા તેમજ મોટા ભાગની કમ્પનીઓએ કારીગરો ને બે મહિનાથી પગાર ન આપતા બેકારીની ગર્તામાં લાખો કારીગરો ધકેલાઈ ગયા છે. સંતાનોના શાળા ના ખર્ચા અને મકાન ભાડું ન પોસાતું હોય તેવા હજારો કારીગરોએ ફરી સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 7 મળીને કુલ 156 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 170 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને પાંચના મોત થયાં છે. હાલ અમદાવાદમાં 3658 એક્ટિવ કેસ છે. અહીં અત્યાર સુધીમાં  કોરોનાના કુલ કેસનો આંકડો 22,418 પર પહોંચ્યો છે, કુલ 1503ના મોત થયાં છે અને 17,249 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ156
સુરત273
વડોદરા67
ગાંધીનગર19
ભાવનગર19
બનાસકાંઠા15
આણંદ5
રાજકોટ39
અરવલ્લી2
મહેસાણા15
પંચમહાલ1
બોટાદ1
મહીસાગર4
ખેડા11
પાટણ4
જામનગર9
ભરૂચ16
સાબરકાંઠા8
ગીર સોમનાથ4
દાહોદ18
છોટા ઉદેપુર1
કચ્છ10
નર્મદા4
દેવભૂમિ દ્વારકા0
વલસાડ27
નવસારી14
જૂનાગઢ11
પોરબંદર0
સુરેન્દ્રનગર16
મોરબી3
તાપી1
ડાંગ3
અમરેલી7
કુલ783
Gujarat