For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ જિલ્લાની ૪૧૧ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

Updated: Nov 23rd, 2021

Article Content Image

- ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરિષદોનો દોર શરૂ

- ૧૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે : ગ્રામ્ય વિસ્તારોમાં દાવેદારો પ્રચાર શરૂ કર્યો સરકારના લોકાર્પણ, ખાતમુહૂર્તના કાયક્રમોને આચારસંહિતાની બ્રેક

સાણંદ : તાજેતરમાં રાજ્યમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. દરમિયાનમાં રાજ્યના ચૂંટણી પંચે અમદાવાદ જિલ્લાની ૪૧૧ ગ્રામ પંચાયતોની સાથે રાજ્યભરની અંદાજિત ૧૦૮૭૯ થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર કરી છે. જે ચૂંટણી માટેનું મતદાન આગામી ૧૯મી ડિસેમ્બરના રોજ થશે. ગ્રામપંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાટો આવ્યો છે.  અમદાવાદ જિલ્લામાં  આગામી ૧૯મી ડિસેમ્બરના રોજ ૪૧૧ જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી  બેલેટ પેપર મારફતે મતદાન કરવા સાથે યોજાશે. જે ચૂંટણીમાં ઉમેદવારી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી ૨૯મી નવેમ્બરથી શરૂ થશે. જ્યારે ૨૧મી ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સહિતના ગામડાઓમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામપંચાયતોની ચૂંટણી રાજકીય પાર્ટીઓના નિશાન હેઠળ લડવામાં આવતી નથી. જો કે, ભાજપા અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને ચૂંટણીમાં જીતાડવા માટે રાજકીય ખાનખાનાઓએ પોતાના વિસ્તારોમાં ખાટલા અને ઓટલા પરિષદો ગોઠવવા માંડયાં છે.અમદાવાદ જિલ્લાની ૪૧૧ ગ્રામ પંચાયતો સહિત રાજ્યની ૧૦૮૭૯ ગામોની ચૂંટણીમાં  ઈવીએમને તિલાંજલી આપી તેના બદલે મતદાતાઓને બેલેટ પેપર મારફતે જ મતદાન કરવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે.

અમદાવાદ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ

૦૪/૧૨/૨૦૨૧

ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તારીખ

૦૬/૧૨/૨૦૨૧

ઉમેદવારી ફોર્મ પરત  ખેંચવાની અંતિમ તારીખ

૦૭/૧૨/૨૦૨૧

મતદાન તારીખ (સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી)

૧૯/૧૨/૨૦૨૧

પુન, મતદાનની તારીખ (જરૂરી જણાય તો)

૨૦/૧૨/૨૦૨૧

મત ગણતરીની તારીખ

૨૧/૧૨/૨૦૨૧

ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તારીખ

૨૪/૧૨/૨૦૨૧

 

Gujarat