For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી... વડોદરામાં 100 વર્ષથી વધુ ઉંમરના વયો વૃદ્ધ મતદાતાઓએ મતદાનની ફરજ અદા કરી

Updated: May 7th, 2024

મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી... વડોદરામાં 100 વર્ષથી વધુ ઉંમરના વયો વૃદ્ધ મતદાતાઓએ મતદાનની ફરજ અદા કરી

Lok Sabha Election 2024 : વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વડોદરા બેઠકમાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વાઘોડિયાના નીમેટા ખાતેના મતદાન મથક પર 104 વર્ષના  મતદાર ઈચ્છાબેન સોમગીરએ મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત બન્યા હતા ,અને અન્ય મતદારોને હરખભેર લોકશાહીના આ પર્વ એ મતદાન કરવા પ્રેમના પૂરી પાડી હતી.. મેરેજ થીમ આધારિત મોડેલ મતદાન મથક ખાતે હાજર રહીને પોતાનો અમૂલ્ય મત આપીને ગર્વની અનુભૂતિ કરતા ઈચ્છાબેન સોમગીરે જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી તંત્રએ વયસ્ક મતદારો માટે  સારી વ્યવસ્થા કરી છે. વૃદ્ધાવસ્થાને કારણે મને ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી. મેં તમામ ચૂંટણીમાં મતદાન કરીને મારી નૈતિક ફરજ અદા કરી છે. 


Gujarat