For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેમડેસિવિરના કાળાબજાર કરતા આરોપીને પાસા

કોરોનાની સેકન્ડ વેવમાં દર્દીઓની મજબૂરીનો લાભ ઉઠાવતો હતો

Updated: Jul 1st, 2021

Article Content Image વડોદરા.કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતા પકડાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

કોરોનાની સેકન્ડ વેવમાં પોઝિટિવ કેસના સંખ્યામાં ધરખમ વધારો થયો હતો.કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી.તે સમયે કેટલાક તત્ત્વોએ રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર શરૃ કર્યા હતા.પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતા કૃણાલ જ્યંતિભાઇ પટેલ (રહે.નાથાલાલ શોપિંગ સેન્ટર,આયુર્વેદિક ત્રણ રસ્તા) ને ઝડપી પાડયો  હતો.જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો  હતો.લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કૃણાલ પટેલની ડ્રગ ઓફેન્ડર તરીકે પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Gujarat