For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નશીલા પદાર્થોનો કારોબાર રોકવા પોલીસની 'સ્પેશિયલ ટીમ' બનાવવા માંગ

- અમદાવાદ ડ્ગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ

- વિવિધ સંગઠનોએ પોલીસને આવેદનપત્ર આપી યુવા પેઢીને નશાની લતથી બચાવવા માંગ કરી

Updated: Nov 15th, 2021

અમદાવાદ,તા.15 નવેમ્બર 2021, સોમવારArticle Content Image

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, ડ્ગ્સ સપ્લાયની આખી ચેન તોડી નાંખવા અને  યુવાઘનને નશાની લતથી દુર રાખવા માટે શહેરમાં સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવે તે માટે સોમવારે સેક્ટર-૨ ખાતે સંયુક્ત પોલીસ કમિશનરને વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

યુથ ક્રોંગ્રેસ, દલીત અધીકાર મંચ, ગુજરાત વાલી એકતા મંડળ સહિતના આગેવાનોએ આજે કાંકરિયા ખાતે આવેલી સેક્ટર-૨ ની કચેરીમાં  પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ગુજરાતને નશીલા પદાર્થોની હેરાફેરીથી મુક્ત બનાવવાની માંગણી કરી હતી.

આ અંગે એનએસયુઆઇના પ્રમુખ આસિફ પવારના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી, દાણચોરીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો માલ ગુજરાતમાં આવી રહ્યો છે. અમદાવાદ સોફ્ટ ટાર્ગેટ છે. 

અમદાવાદમાં પણ નશાના કારોબાર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં અસામાજિક તત્વો સક્રિય છે. સ્કૂલ, કોલેજથી માંડીને ચાલીઓ તેમજ પોશ વિસ્તારોમાં નશાના કારોબારીઓની ઝાળ પથરાયેલી છે. યુવા ઘનને નશાની લતથી બચાવવા, તેમના ભવિષ્ય માટે નશીલા પદાર્થોના આ કારોબારને અટકાવવો, જળમૂળમાંથી દુર કરવો જરૂરી છે. 

અમદાવાદ શહેરમાં આ માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવે, જનજાગૃતિના કાર્યક્રમો ઉપરાંત સ્પેશિયલ ટીમ બનાવીને આ કારોબારમા ંસંકળાયેલા લોકોને ઝડપી પાડીને સજા કરવામા ંઆવે તેવી માંગણી કરવામાં આવી છે.

Gujarat