For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ને LIFI ટેકનોલોજીની મદદથી સારવાર અપાશે

- નવ વાયરલેસ ટેકનોલોજી પ્રા લિ કંપની દ્વારા ઇન્સ્ટોલ કરેલી lifi દર્દીઓની સારવારમાં મદદરૂપ થશે.: ડો. વિનોદ રાવ

Updated: Jul 11th, 2020

ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ને LIFI ટેકનોલોજીની મદદથી સારવાર અપાશે

વડોદરા, તા. 11 જુલાઈ 2020, શનિવાર

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાઈટ ફિડેલિટી અર્થાત LIFI ટેક્નોલોજીની મદદથી દર્દીઓની કોવિડ-19ની સારવાર ઝડપી અને સચોટ બનશે. નવ વાયરલેસ ટેક્નોલોજીએ વડોદરાના ગોત્રી ખાતે જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે ભારતમાં નિર્મિત લાઈફાઈ આધારિત યુનિટ્સ ઊભા કર્યા છે.

વડોદરાની ગોત્રી ખાતે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ્સમાં કોવિડ-19ના દર્દીઓને લેટેસ્ટ લાઈફાઈ (લાઈટ ફિડેલિટી) ટેક્નોલોજીનો લાભ મળશે.

"કોવિડ-19ના કેસો વધી રહ્યા છે ત્યારે દર્દીઓની સારવાર ઝડપી અને સચોટ બને તે માટે હોસ્પિટલમાં ઝડપી અને સુરક્ષિત કમ્યૂનિકેશન થવું જરૂરી છે અને એટલે જ જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ્સને નવીનતમ લાઈફાઈ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. અમે લાઈફાઈ આધારિત યુનિટ્સ ઊભા કર્યા છે જે સંપૂર્ણપણે ભારતમાં જ બનેલા છે.

કોવિડ-19 વોર્ડ્સ ખાતે ઈન્ટરનેટ વિનાની લાઈફાઈ આધારિત સેન્ટ્રલાઈઝ્ડ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમથી ડોક્ટર્સ અને પેરામેડિકલ ટીમની સુરક્ષા વધશે. ક્રિટિકલ કેરમાં આઈસીયુમાં દાખલ થયેલા દર્દીઓની દૈનિક સારસંભાળનું મોનિટરિંગ ખૂબ જ મહત્વનું છે.

Article Content Image

દર્દીના હેમોડાયનેમિક, વેન્ટિલેશન, શરીરનું તાપમાન, પોષણ, ચયાપચયની ક્રિયાઓ વગેરે કામગીરી દર્દીના જલ્દીથી સાજા થવા પર મોટો મદાર રાખે છે" એમ નવ વાયરલેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના સહસ્થાપક અને સીટીઓ હાર્દિક સોનીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આવી ટેકનોલોજીથી દર્દીના સ્વાસ્થ્યની ખૂબ સચોટ માહિતી ઉપલબ્ધ બનશે. વ્યાજબી ખર્ચમાં અદ્યતન સુવિધા સરકારી હોસ્પિટલમાં મળી છે. જરૂર જણાશે તો શહેરની અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ધ્યાન દોરવામાં આવશે.

ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે જીએમઈઆરએસ હોસ્પિટલે શ્રેષ્ઠ સારવાર માટે દર્દીઓના ડેટાની સુરક્ષા માટે તથા તેનું લાઈવ ટ્રેકિંગ કરવા માટે લાઈફાઈ ટેક્નોલોજીનો સહારો લીધો છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જાતે અથવા તો વાઈફાઈ આધારિત સિસ્ટમથી થતું હોય છે. વાઈફાઈ આધારિત સિસ્ટમ ખૂબ જ વિસ્તારી શકાય તેમ હોવાથી તેની સ્પીડ ધીમી થઈ જાય છે. આ સ્થિતિમાં પ્રકાશ આધારિત લાઈફાઈ સિસ્ટમ વાઈ-ફાઈનું સ્થાન લઈ શકે છે અને હાઈ-સ્પીડ ડેટા નેટવર્ક ઊભું કરી શકે છે.

Gujarat