ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ફરી 50ને પાર


વાયરસનું સંક્રમણ ફરી વધ્યું

કોર્પોરેશનમાં નવા ૪૧ જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં ૩૪ મળીને વધુ ૭૫ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા

ગાંધીનગર :  છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો હતો અને ગઇકાલે સોમવારે તો કોરોનાના કેસ ઘટીને ૪૦ સુધી પહોંચી ગયા હતા જ્યારે મંગળવારે ૨૪ કલાક દરમ્યાન ફરી વાયરસનું સંક્રમણ વધતા કોરોનાના કેસ વધીને ૭૫ સુધી પહોંચી ગયા છે. જેમાં કોર્પોરેશનમાં ૪૧ જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં નવા ૩૪ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં સોમવારે કોરોનાના કેસમાં સુખદ ઘટાડો જોવા મળ્યો હતો અને કેસની સંખ્યા ૪૦ સુધી પહોંચી ગઇ હતી ત્યારે મંગળવારે ૨૪ કલાક દરમ્યાન વધુ ૭૫ કેસ સરકારી ચોપડે નોંધાયા છે જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં નવા ૪૧ દર્દીઓ ઉમેરાયા છે. પેથાપુર અને સે-૨૯માંથી પાંચ , સરગાસણમાંથી ચાર , સેક્ટર-૭માંથી ત્રણ જ્યારે  સેક્ટર-૨,,૨૦,૩૦ તથા બોરીજમાંથી બે-બે કેસનો સમાવેશ થાય છે. જ્યારે સેક્ટર-૧, ,, , ૧૨ ,૧૩, ૨૨, ૨૩,૨૪,૨૫ ઉપરાંત વાવોલ, કુડાસણ તથા રાયસણમાંથી એક-એક દર્દી મળી આવ્યો છે. જીઇબી વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષિય યુવાન સંક્રમિત થતા તેને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો બીજીબાજુ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં મંગળવારે એક દિવસમાં વધુ ૩૪ કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામમાં નવા ત્રણ દર્દીનો સમાવેશ થાય છે તો ગાંધીનગર તાલુકામાં નવા સાત કેસ મળી આવ્યા છે જેમાં ચાર દર્દીઓ તો છાલા ગામના જ હોવાનું જાણવા મળી રહ્યું છે. કલોલમાં નવા ૨૨ કેસ સામે આવ્યા છે જ્યારે માણસા તાલુકાના પુંધરામાં રહેતી ૫૦ વર્ષિય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઇ છે.

City News

Sports

RECENT NEWS