For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂપિયા 120 કરોડના ચૂંટણીલક્ષી વિકાસના કામો રજૂ થતાં વિવાદ

Updated: Sep 17th, 2020

Article Content Image

વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે સ્થાયી સમિતિમાં રૂપિયા 120 કરોડના વિકાસના ચૂંટણીલક્ષી કામો રજૂ થતા વિવાદ સર્જાયો છે.

એક તરફ રાજ્યના ચૂંટણી પંચે ગુજરાતની તમામ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેરનામુ બહાર પાડયું છે અને વાંધા સૂચનો મંગાવ્યા છે સાથે સાથે સીમાંકન પણ બદલવામાં આવ્યું છે તો બીજી બાજુ હવે રાજકીય રીતે ચૂંટણીમાં લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપિયા 120 કરોડના કામો કરવા માટે સ્થાયી સમિતિમાં મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

વડોદરા શહેરની પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખી પાણી ડ્રેનેજ રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતના વિકાસના રૂપિયા 120 કરોડના 39 કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ રોડના કામો રજૂ કરવામાં આવતા ફરી એકવાર રોડ કૌભાંડ સર્જાશે તેમ માનવામાં આવે છે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વર્ષ અગાઉ ડામોરના બોગસ બિલો રજૂ કરવી કોર્પોરેશનની ચૂંટણીઓ લગાડવાનું કૌભાંડ તેની સાથે-સાથે RCC રોડમાં પણ બે વખત તો પણ સર્જાયા હતા ત્યારે આ વખતની સ્થાયી સમિતિમાં રસ્તાના 10 કામો રજૂ કરવામાં આવ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

39 જેટલા વિકાસના કામો જે સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યા છે એ માત્ર ચૂંટણીલક્ષી હોવા અંગે કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે જણાવ્યું છે કે, ચૂંટણી આવી રહી છે ત્યારે આઈ સમિતિમાં માત્ર મંજૂરી આપવાની પ્રક્રિયા થશે પરંતુ આ કામો પ્રજાહિતમાં કરવામાં નહીં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

Gujarat