For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વટવાના કોન્સ્ટેબલના બહેનનું અવસાન થયું હોવા છતાં તેઓ ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર રહ્યા

ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ કર્મચારીની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા સામે આવી

અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરીને ચાર કલાકમાં ફરજ ઉપર હાજર થયા

Updated: May 7th, 2024

વટવાના કોન્સ્ટેબલના બહેનનું અવસાન થયું હોવા છતાં તેઓ ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર રહ્યાઅમદાવાદ, મંગળવાર 

 વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેલની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતા સામે આવી છે કે કારણ કે ત્રણ દિવસ પહેલા પોતાની બહેનનું અવસાન થતાં પોલીસ કર્મચારી અંતિમ સંસ્કાર કરીને ચાર કલાકમાં ફરજ ઉપર હાજર થઇ ગયા હતા. કોઈપણ ચૂંટણીઓમાં પોલીસ કાર્યવાહી ખૂબ સારી રીતે થાય એ માટે પોલીસ સ્ટેશન લેવલ ઉપર એલ.આઇ.બી.નું કામ કરતા કર્મચારીનો સિંહ ફાળો હોય છે. એલ.આઇ.બી.ના કર્મચારી દ્વારા ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં બુથ બિલ્ડિંગ ઉપરની વ્યવસ્થા, તમામ માહિતી, વિસ્તારમાં યોજાતા તમામ રેલી, સભા, મંજૂરી, બંદોબસ્ત માટે ફોર્સ ની ફાળવણી, બહારથી આવતા ફાર્સની રહેવાની જમવાની સગવડ, વિગેરે અગત્યની ચાવી રૃપ ભૂમિકા હોય છે. પોલીસ અધિકારી માટે આ ચૂંટણી પ્રક્રિયા સમયે એલઆઇબી કર્મચારીની ચાવી રૃપ ભૂમિકાના કારણે રાઉન્ડ ધ કલોક જરૃરિયાત હોય છે.

બોટાદ ખાતે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરીને ચાર કલાકમાં એલઆઇબીના પોલીસ કર્મચારી ફરજ ઉપર હાજર થયા

અમદાવાદ શહેરમાં તા. ૦૭.૦૫.૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી યોજાનાર હોઈ, તા. ૦૪.૦૫.૨૦૨૪ ના રોજ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે એલઆઈબી કર્મચારી તરીકે કામ કરતા પો.કો. મનીષભાઈ ડેડાણીયાના બહેન ગંભીર બિમારીથી પીડાતા હોય, તેઓ પોતાના વતન બોટાદ ખાતે માતા પિતા સાથે રહેતા હતા. તેઓનું અવસાન તા. ૦૪.૦૫.૨૦૨૪ ના સવાર થતા, ચૂંટણી સમયે ચાવી રૃપ ભૂમિકા ભજવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપર આભ તૂટી પડયું હતું. તેમ છતાં પોતાની બહેનના અંતિમ સંસ્કાર માત્ર ચાર કલાક જેટલા સમયમાં પતાવી, ચૂંટણી કામગીરીની ચાવી રૃપ ભૂમિકાની ગંભીરતા સમજી પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને સામજિક ઉત્તરદાયિત્વ નિભાવવા પોતાના વતનમાં ઘરે હાજર રહેવા જણાવવા છતાં, પોતાની ફરજ ઉપર પરત હાજર થઈ ગયા હતા. 

હાલના સાંપ્રત સમયમાં ફરજ પરના કેટલાક જવાનને ચૂંટણી ફરજ ઉપર નહી જવા માટે કારણ શોધતા હોય છે, ત્યારે પો.કો.ની પોતાના ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા તમામ પોલીસ સ્ટાફને ઉડીને આંખે વળગે એવી હોય, ડેડાણીયાની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પોલીસ અધિકારીઓ એડેડાણીયાની ફરજ નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ભારોભાર પ્રસંશા કરી, પોલીસ બેડાના બીજા કર્મચારીઓ તથા અધિકારીઓએ પ્રેરણા લેવા જેવી બાબત હોવાનું જણાવીને ડેડાણીયાને બિરદાવવામાં આવ્યા હતા.

Gujarat