સિવિલ કોન્ટ્રાક્ટરનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

ઉપરના માળે ઊંઘવા જવાનું કહીને જીવન ટૂંકાવી દીધું

 વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતા અને કન્સટ્રક્શનનો કોન્ટ્રાક્ટ લઇને કામ કરતા યુવાને ઘરે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાવલીમાં રહેતા બિલ્ડર અશ્વિનભાઇ પટેલ બિલ્ડર છે.તેમનો ૩૨ વર્ષનો પુત્ર ચિંતન પટેલ પત્ની અને પુત્રી સાથે માંજલપુરનાકા પાસે નલિની પાર્ક  સોસાયટીમાં રહેતો હતો.અને કન્સટ્રક્શનનો કોન્ટ્રાક્ટ લઇને કામ કરતો હતો.ગઇકાલે તે ઘરે હતો.બપોર પછી તેણે માથામાં દુખાવો થતો હોવાનું પત્નીને જણાવી ઉપરના માળે ઊંઘવા ગયો હતો.સાંજે રસોઇ બનાવીને  પત્ની તેઓને બોલાવવા ગઇ હતી.પત્નીએ ઉપરના માળે જઇને જોયું તો તેમના પતિએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.વાલ્મિકભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પરંતુ, કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી.અને મોબાઇલમાં પણ કોઇ મેસેજ નથી.પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS