For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ-૦ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત

Updated: Apr 28th, 2024

ગ-૦ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

બે મિત્રો બાઈક લઈને નંબર પ્લેટ નખાવવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો કારચાલક અકસ્માત સર્જીને ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર ના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગ-૦ બ્રિજ ઉપર અકસ્માતની વધુ એક ઘટનામાં બાઈક સવાર અમદાવાદના યુવાનનું મોત થયું છે. બે મિત્રો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે સેક્ટર-૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર હોય કે આસપાસના હાઇવે માર્ગો છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો માથું ઊંચકી રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગરના ગ-૦ ઓવર બ્રિજ ઉપર બાઈક સવાર બે યુવાનોને અડફેટે લઈને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જે અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડા ખાતે હંસપુરામાં રહેતા જયસિંહ દુલાભાઈ બામણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સાળીનો દીકરા હજારી ઉર્ફે તુફાન રામાભાઈ મીણા રહે, ગોતા અમદાવાદને ગાંધીનગરમાં ગ-૦ પાસે અકસ્માત થયો હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને જોયું તો રોડની બાજુમાં ડિવાઈડર ઉપર બાઈક પડયું હતું અને અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. જેમણે કહ્યું હતું કે બાઈક ઉપર સવાર બે યુવાનોને કારચાલક અડફેટે લઈને નાસી ગયો છે અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા છે. જેથી તેઓ ત્યાં પહોંચતા જ્યાં હજારીની સાથે અન્ય એક યુવાન પણ ઘાયલ અવસ્થામાં બેભાન પડયો હતો. જેથી આ યુવાન હજારીનો મિત્ર સંજય જીવા આહીર હોવાનું બહાર આવ્યું હતું અને બંને મિત્રો બાઈકને નંબર પ્લેટ નખાવા માટે ડુંગરપુર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલમાં પ્રાથમિક સારવાર કરાવીને તેમને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંજય આહીરનું મોત થયું હતું. આ ઘટના અંગે સેક્ટર ૭ પોલીસ દ્વારા અજાણ્યા કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Gujarat