For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આપ અને કોંગ્રેસની બેઠકો તુટતા વોટ્સએપ ગ્રુપમાં વિવાદ શરૂ થયા

ગ્રુપમાં મહિલાઓ હોવા છંતાય, કાર્યકરો રોષ વ્યક્ત કરવામાં મર્યાદા ચુક્યા

કોેંગ્રેસમાં સિનિયર નેતાઓને નામ જોગ મેસેજ કરીને ટારગેટ કરવામાં નેતાઓ ગ્રુપમાંમાંથી લેફ્ટ થઇ ગયા

Updated: Dec 8th, 2022

Article Content Imageઅમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરતા મત ગણતરીના શરૂઆતના બે થી ત્રણ ક  કલાકમાં જ  ભાજપની લીડ સ્પષ્ટ થતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પરિણામનો અંદાજ આવી ગયો હતો. જેની અસર રાજકીય પાર્ટીના વોટ્સએપ અને ટેલીગ્રામ  ગ્રુપમાં જોવા મળી હતી અને કાર્યકરોએ  સિનિયર નેતાઓને ટારગેટ કરતા વિવાદ થયો હતો અને સિનિયર નેતાઓ ગુ્રપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા મેસેજની આપ લે કરવા માટે રાજકીય પાર્ટીઓએ અનેક વોટ્સએપ  ગ્રુપમાં બનાવવામાં આવ્યા હતા. જેમાં કાર્યકરોને નેતાઓ દ્વારા પ્રચારની કામગીરી કે અન્ય પ્રકારની કામગીરી સિનિયર નેતાઓ દ્વારા આપવામાં આવતી હતી. આ પ્રકારનું ગુ્રપ કોંગ્રેસ દ્વારા પણ તૈયાર કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં  અમદાવાદના ત્રણેય મત ગણતરીના સ્થળોએ એકઠા થયા હતા. ત્યારે બેલેટ પેપરથી મત ગણતરી શરૂ થવાના બે થી ત્રણ કલાકમાં જ ભાજપની જંગી જીતના વલણ સ્પષ્ટ થઇ ગયા હતા. જેથી ગ્રુપમાં  દરિયાપુર અને અમરાઇવાડી વિધાનસભામાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને લઇને વિરોધ જોવા મળ્યો હતો અને જેને લઇને કાર્યકરોએ ગુ્રપમાં રહેલા કોંગ્રેસના સિનિયર નેતાઓ ટેગ કરીને  અપુરતા પ્રમાણમાં પ્રચાર અને કેન્દ્રના સિનિયર નેતાઓને ટાર્ગેટ કરીને ચૂંટણી પ્રચારમાં બેદરકારી ભર્યુ વલણ કર્યું હોવાનો આક્ષેપ કરતા નેતાઓએ સ્થિતિ સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતું, કાર્યકરોએ સામુહિક રાજીનામાની  ચીમકી આપતા અનેેક નેેતાઓ ગુસ્સો કરીને ગુ્રપમાંથી લેફ્ટ થઇ ગયા હતા.તો આમ આદમી પાર્ટીએ પણ  જીતનો  વિશ્વાસ વ્યક્ત કરીને કાર્યકરોમાં ઉત્સાહ પ્રેર્યો હતો. જેમાં માટે અનેક વોટ્સએપ  ગ્રુપમાં તૈયાર કરાયા હતા. જો કે ધાર્યા જેટલી બેઠક ન મળતા કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા, ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ પાસે ખુલાસો માંગતા નેતાઓને રોષનો સામનો કરવો પડયો હતો.  તો આપના નેેતાઓ ખુલાસો આપી શક્યા નહોતા. જેથી અનેક લોકોએ નેતાઓને આડે હાથે લીધા હતા. આવી પરિસ્થિતિનું નિર્માણ  ગુજરાતના અન્ય વિધાનસભાની બેઠકોમાં પણ થયું હતું. 

ચૂંટણીમાં અણધારી હાર મળતા અનેક ઉમેદવારો  મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઘરમાં જ રહ્યા

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં ઐતિહાસિક સાબિત થઇ છે. જેમાં ભાજપે ૧૫૬ બઠક જીતીને અનેક નેતાઓના ભવિષ્યની પર પ્રશ્નાર્થ ઉભા કરી દીધા હતા. જો કે પરિણામ પહેલા જીતનો દાવો કરતા અનેક ઉમેદવારોની હાર થતા  ઘણા માનસિક રીતે ડઘાઇ ગયા હતા અને સાંજે મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઘરમાં જ રહ્યા હતા અને લોકોને મળવાનું ટાળ્યું હતું.

 


Gujarat