વડોદરાની મહિલાને ગિફ્ટના નામે ઠગાઈ કરનાર નાઇજિરિયન ગેંગ ઝડપાઈ

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

વડોદરાની એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ ગિફ્ટ છોડાવવાના નામે 6.47 લાખ પડાવી લેનાર નાઈજિરિયન ગેંગના બે સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

વડોદરાની મહિલા સાથે વાત કરનાર ઠગે પોતે શિપિંગ કંપનીમાં કામ કરતો હોવાનું જણાવી વડોદરામાં મિલકત લેવાના નામે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ ઠગે એક કીમતી ગિફ્ટ મોકલી હોવાનું કહી મહિલાને લાલચ આપી હતી.

કસ્ટમમાંથી ગિફ્ટ છોડાવવાના નામે કસ્ટમ ઓફિસર તેમજ અન્ય વ્યક્તિએ મહિલા સાથે વાત કરી હતી. ત્યારબાદ ઠગે પણ પૈસા ભરીને પાર્સલ છોડાવી લેવા વિનંતી કરતા મહિલાએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

મહિલાએ 6.47 લાખ ચૂકવી દીધા છતાં ટોળકી દ્વારા કોઈને કોઈ બહાને રૂપિયાની માંગણી થતા મહિલાને શંકા પડી હતી અને સાયબર સેલને ફરિયાદ કરી હતી. જેથી સાયબર સેલે આરોપીઓનું લોકેશન મેળવી દિલ્હી ખાતે વોચ ગોઠવી હતી.

City News

Sports

RECENT NEWS