For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાવળા તાલુકાના કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં ડિગ્રી વિનાનો ડોક્ટર ઝડપાયો

- અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રૂા. ૯,૫૯૧નો મુદ્દામાલ કબ્જે કરી ડોક્ટર સામે ગુનો નોંધ્યો

Updated: Apr 7th, 2021

બાવળા તાલુકાના કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં ડિગ્રી વિનાનો ડોક્ટર ઝડપાયો

બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર કોઈપણ જાતની ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટરો ઝડપાઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાવળા તાલુકાના કેરાલા જીઆઈડીસી વિસ્તારમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જાતની ડીગ્રી કે તબીબી સર્ટીફીકેટ ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે ક્લીનીક ખોલી લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટરો વધી ગયા હોવાની બાતમીના આધારે જીલ્લા પોલીસવડાની સુચનાથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી પીઆઈ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાવળા તાલુકાના કેરાલા જીઆઈડીસી વિસ્તારમાં દુકાન ભાડેથી રાખી તેમાં મહાદુર્ગા મેડીકલ સ્ટોરના નામથી ગેરકાયદેસર રીતે દવાખાનું ખોલી ડીગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ આપતાં બોગસ ડોક્ટર નાની ગોપાલ નગેન મોડલ મુળ રહે.ઘટુઘાંચી વેસ્ટ બેંગાલ હાલ રહે.જીઆઈડીસી કેરાલાવાળાને ઝડપી પાડયો હતો તેમજ અલગ-અલગ કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળી કુલ રૂા.૯,૫૯૧ની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કરી બાવળા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ તથા એસઓજી પીઆઈ એમ.જી.પરમાર, એન.એલ.દેસાઈ સહિતના સ્ટાફે સફળ કામગીરી કરી હતી.

Gujarat