For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડિપોઝીટના રૃપિયા પરત માંગતા શેડ માલિકે ભાડૂઆત દંપતિ ઉપર તલવારથી હુમલો કર્યો

ધંધો ચાલતો ન હોવાથી શેડ ખાલી કર્યો, ડિપોઝીટના રૃપિયા પરત માંગ્યા હતા

માથામાં તલવારના ઘા મારતા ગંભીર હાલતમાં મહિલા સારવાર હેઠળ

Updated: May 7th, 2024

ડિપોઝીટના રૃપિયા પરત માંગતા શેડ માલિકે ભાડૂઆત દંપતિ ઉપર તલવારથી હુમલો કર્યોઅમદાવાદ, મંગળવાર

વટવામાં ભાડૂઆતે ધંધો કરવા શેડ ભાડે રાખ્યો હતો તે સમયે ડિપોઝીટ પેટે રૃ. ૩૦ હજાર રોકડા આપ્યા હતા. પરંતુ ધંધો બરોબર ન ચાલતા શેડ ખાલી કર્યો હતો. ડિપોઝીટના રૃપિયા પરત માંગતા શેડમાલિકે દંપતિ ઉપર તલવારથી હુમલો કર્યો હતો અને રૃપિયા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ભાડૂઆતે બંને સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

માથામાં તલવારના ઘા મારતા ગંભીર હાલતમાં મહિલા સારવાર હેઠળ ઃ પૈસા લેવા આવીતો મારી નાંખવાની ધમકી આપી

ઘોડાસરમાં રહેતા અને વટવામાં શેડ ભાડે રાખીને પાઇપનો ધંધો કરતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવના એસ્ટેટમાં રહેતા પતિ અને પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીઓએ આરોપીનો  શેડ સપ્ટેમ્બર ૨૦૨૩થી ભાડે રાખ્યો હતો. જે તે સમયે ડિપોઝીટ પેટે રૃા. ૩૦ હજાર રોકડા આપ્યા હતા. પરંતું  ધંધો બરાબર ચાલતો ન હોવાથી ૩૧ માર્ચે ૨૦૨૪ના રોજ શેડ ખાલી કર્યો હતો. ત્યારે ડિપોઝીટ પેટે આપેલ રૃપિયા પરત માંગતા આપરોપી વાયદા કરતા હતા. તા ૬ના રોજ ફરિયાદી પત્ની સાથે આરોપીના ત્યાં ગયા હતા. અને ડિપોઝીટમાં આપેલ રૃપિયાની માંગણી કરતા આરોપેી અને તેમની પત્નીએ જણાવ્યું કે શેડમાં તમારો સામાન હોવાથી તમારે એક મહિનાનું ભાડું આપવું પડશે. 

જેથી ફરિયાદીની પત્નીએ સામાન ભૂલમાં રહી ગયો હશે કહેતા આરોપીની ઉશ્કેરાઇને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.  આ સમયે આરોપીએ દંપતિ ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. એટલું જ નહી રૃપિયા લેવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી દંપતી ગભરાઇને ત્યાંથી નીકળી ગયું હતું, માથાંમાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. આ ઘટના અંગે વટવા પોલીસે દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat