For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૧૨ ફૂટના રંગલા-રંગલીનો મેસ્કોટ મતદારો જાગૃત કરશે

ગઈ ચૂંટણીમાં જ્યાં મતદાન ઓછું થયું છે, ત્યા ખાસ જાગૃતિ ફેલાવશે

Updated: Apr 26th, 2024

૧૨ ફૂટના રંગલા-રંગલીનો મેસ્કોટ મતદારો જાગૃત કરશેવડોદરા,વડોદરા લોકસભા બેઠકની અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા.૭મી મે ના રોજ યોજાનાર છે, ત્યારે મતદાન વધે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે.

મતદાન જાગૃતિ માટે ૧૨ ફૂટની બે વિશાળ મેસ્કોટ (કઠપૂતળી) બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન કરવાનો સંદેશો આપશે.

આ બંને કઠપૂતળીનું આજે કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત એક પૈડાંવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનિત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે. 

વડોદરામાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની સાપેક્ષે મહિલા મતદાનનું પ્રમાણ દસ ટકાથી ઓછું નોંધાયું છે એવા વિસ્તારોમાં આ મેસ્કોટના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે.

Gujarat