For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્સ્ટન્ટ લોનના નામે ગ્રાહકોને ફસાવી બ્લેકમેલ કરતી ગેંગના ચક્કરમાં 4000 થી વધુ લોકો ફસાયા

Updated: Sep 26th, 2022

Article Content Imageવડોદરાઃ ઇન્સ્ટન્ટ લોન આપતી ચાઇનીઝ એપ દ્વારા ગ્રાહકોને બ્લેકમેલ કરવાના પકડાયેલા નેટવર્કમાં વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ત્રણેય ઠગને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરાતાં ઠગ ટોળકીના નેટવર્કને લગતી વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વડોદરામાં ઇન્સ્ટન્ટ લોનને નામે રૃપિયા વસૂલવા છતાં મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી વધુ રૃપિયા પડાવવા માટે બ્લેકમેલ કરતી ગેંગનો ઉપદ્રવ વધી જતાં વડોદરા સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયા અને ટીમે નેટવર્કનો પર્દાફાશ કરી ગુડગાંવ ખાતેથી ત્રણ સાગરીતોને ઝડપી પાડયા હતા.

પોલીસે સંદિપ કેશવપ્રસાદ માતો(હજારી બાગ,ઝારખંડ),લક્ષ્મણ રાજનસિંગ ચૌહાણ (મથુરા,યુપી) અને અબુસોફિયાન મ. મોજીબૂર રહેમાન(મુજફ્ફરપુર,બિહાર)ને ઝડપી પાડી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

એસીપી એ કહ્યું હતું કે,ગેંગનું નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે.આ ગેંગ દ્વારા એક ટીમને ઉઘરાણી તેમજ  બ્લેકમેલ કરવા માટેનું કામ સોંપવામાં આવે છે.જ્યારે, બીજી ટીમ નાણાંકીય વ્યવહારો કરતી હોય છે.અમે પકડેલી ટીમમાં અબુસોફિયાન ડેટા પ્રોવાઇડ કરવાનું કામ કરતો હતો. જ્યારે, અન્ય  બે સાગરીતો લોકોને ધમકાવવાનું કામ કરતા હતા.આ ગેંગના ચક્કરમાં ૪ હજાર થી વધુ લોકો ફસાયા હોવાની વિગતો ખૂલી છે.

વડોદરા સાયબર સેલની ટીમ પહોંચે તે પહેલાં

નોઇડા પોલીસે દરોડો પાડતાં ત્રણ આરોપી ફરાર થઇ ગયા

વડોદરા સાયબર સેલની ટીમ પહોંચે તે પહેલાં નોઇડા પોલીસે ગુડગાંવમાં દરોડો પાડયો હોવાથી ત્રણ આરોપી ફરાર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરા સાયબર સેલની ટીમે ગુડગાંવના જે કોલ સેન્ટર પર દરોડો પાડયો હતો તે જ કોલ સેન્ટર સાથે કનેક્ટેડ વધુ એક કોલ સેન્ટર બીજા વિસ્તારમાં ચાલતું હતું.

પરંતુ થોડા સમય પહેલાં નોઇડા પોલીસે દરોડો પાડતાં આ કોલ સેન્ટર બંધ થઇ ગયું હતું.જો આ કોલ સેન્ટર ચાલુ હોત તો વડોદરા પોલીસને બીજા ત્રણ આરોપી હાથ લાગ્યા હોત.

Gujarat