For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૩૦ વર્ષની મહિલાનો હાથ પકડી લઇ ૬૦ વર્ષના વૃધ્ધ દ્વારા છેડતી

મહિલાએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયાં ઃ વૃધ્ધને પકડતા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારતા એટ્રેસિટિની ફરિયાદ

Updated: Jul 3rd, 2023

૩૦ વર્ષની મહિલાનો હાથ પકડી લઇ ૬૦ વર્ષના વૃધ્ધ દ્વારા છેડતીવડોદરા, તા.3 વડોદરા નજીકના એક ગામમાં રહેતી ૩૦ વર્ષની પરિણીતાના ઘેર જઇ ગોત્રી વિસ્તારના એક વૃધ્ધે પરિણીતાનો હાથ પકડી લઇને છેડતી કરતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન હાઇટ્સની પાછળ વૈકૂંઠ બંગલોમાં રહેતા ૬૦ વર્ષના નરી જીમી કુપરના ઘેર વડોદરા નજીકના ગામમાં પીએમ આવાસ યોજનામાં રહેતી ૩૦ વર્ષની મહિલા અગાઉ ત્રણ વર્ષ સુધી ઘરકામ માટે આવતી હતી. જો કે નરી કુપરના પત્નીનું અવસાન થયા બાદ મહિલાએ ઘેર કામ કરવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન નરી કુપરના ઘેર શીરો બન્યો હોવાથી તેઓ શીરો લઇને મહિલાને આપવા તેના ઘેર પહોંચી ગયા હતાં. આ વખતે મહિલા એકલી હોવાથી નરી કુપરે મહિલાનો હાથ પકડી લેતાં મહિલાએ બૂમાબૂમ કરતાં રહિશો ભેગા થઇ ગયા  હતાં. અને બાદમાં નરી કુપરને વોચમેને બેસાડી રાખ્યા હતાં. મહિલાએ તેના પતિને બોલાવ્યા બાદ નરીએ મહિલા અને તેના પતિનું જાહેરમાં જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી અપમાન કર્યું હતું. આ અંગે મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેડતી અને એટ્રોસિટિ અંગેની ફરિયાદ આપતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Gujarat