આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 2,909 કરોડની જોગવાઇ

આઠ નવા MSME-GIDC એસ્ટેટની રચના માટે 40 કરોડ
ગાંધીનગર : ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કા માટે પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન છે. રાજ્ય સરકારે આવતા વર્ષ માટે આદિજાતિ સમાજના વિકાસ માટે 2909 કરોડની જોગવાઇ કરી છે.
* આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર આવતા બે વર્ષમાં 100 કરોડના ખર્ચે ઊભા કરવામાં આવશે.
* 25 બિરસા મુંડા જ્ઞાાનશકિત રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ શરૂ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જનજાતિના 50 હજાર વિદ્યાર્ર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ 45 કરોડ.
* આદર્શ નિવાસી શાળાઓ, ઈ.એમ.આર.એસ. અને જી.એલ.આર.એસ. મળી કુલ 177 જેટલી શાળાઓના અંદાજિત 46 હજાર જેટલા વિદ્યાર્થીઓને નિવાસી શાળા શિક્ષણ આપવા 209 કરોડ.
* અનુસૂચિત જનજાતિના આશરે બે લાખ વિદ્યાર્ર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા 400 કરોડ.
* દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાનાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા 147 કરોડ.
* આદિજાતિ ખેડૂતોને વ્યક્તિગત/સામુહિક સિંચાઈ કૂવા સાથે 3 એચ.પી.સોલાર પંપની સહાય આપવા 75 કરોડ.
* હળપતિઓ અને આદિમજૂથોને પાયાની 6 સુવિધાઓ માટે અને સી.સી.ડી. પ્રોજેકટ હેઠળ 67 કરોડ.
* હળપતિ બોર્ડ દ્વારા 3500 જેટલા હળપતી આવાસોનાં નિર્માણ માટે 42 કરોડ.
* આદિજાતિ વિસ્તારમાં ખેતીમાં પાવર ટીલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાયની નવી યોજના હેઠળ 38 કરોડ.
* 8 નવા MSME જી.આઇ.ડી.સી એસ્ટેટની રચના કરવા 40 કરોડ.
* ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા તેમજ શેરમૂડી માટે લોન સહાય પેટે 40 કરોડ.
* સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 27 કરોડ.
* કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 30 કરોડ.
* બિરસા મુંડા આદિજાતિ યુનિવસટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃતિઓ અને સંશોધન કાર્યો માટે 17 કરોડ.
* માનવ ગરીમા યોજના હેઠળ સ્વરોજગારીની કીટ આપવા 15 કરોડ.
* ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ હેતુસર સહાય આપવા 13 કરોડ.
* ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સીકલસેલ એનીમીયા જેવા રોગોની સારવારની મફત તબીબી સહાય યોજના હેઠળ 11 કરોડ.
* અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે ઉત્પાદન-સહ વેચાણનાં હેતુસર હાટ બજાર વ્યવસ્થાના સહયોગ માટે 3 કરોડ.
* આદિજાતિ જિલ્લાઓમાં દૂધ મંડળીનાં બાંધકામ સહાય માટે 3 કરોડ.
* પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 25 હજારની જગ્યાએ હવે 1 લાખ.




