For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચા બનાવ્યા બાદ કચરામાં ફેંકાતી ચા પત્તીના ઉપયોગ વિશે જાણીને ચોંકી જશો

Updated: Mar 17th, 2023

Article Content Image

અમદાવાદ, તા. 17 માર્ચ 2023 શુક્રવાર

ભારતમાં ચા ના શોખીન લોકોની સંખ્યા ખૂબ વધુ છે. મોટાભાગના લોકો સવારે ઉઠતા જ ચા પીવાનું ખૂબ પસંદ કરે છે. અમુક લોકો તો એવા પણ છે જેમને દિવસ દરમિયાન ઘણીવાર ચા પીવાની આદત હોય છે. દરમિયાન ચા પત્તીનો વપરાશ વધુ થાય છે.

સામાન્યરીતે ચા બનાવ્યા બાદ ચા પત્તીઓને કચરામાં ફેંકી દેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે જે ચા પત્તીને તમે કચરો સમજીને ફેંકી દો છો. તે કેટલા કામની વસ્તુ છે અને તમારા માટે કેટલી કારગર સાબિત થઈ શકે છે. આવો જાણીએ ચા બનાવ્યા બાદ બચેલી ચા પત્તીનો ઉપયોગ તમે કયા-કયા કામોમાં કરી શકો છો. 

1. ઘા સાજા થશે

ચા પત્તીમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ કારણ છેકે આનો ઉપયોગ શરીરના ઘા અને ઈજાને સાજા કરવા માટે કરવામાં આવે છે. તમે બચેલી ચા પત્તીઓને સારી રીતે પહેલા સાફ કરી લો. જે બાદ પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડી કર્યા બાદ તેને ઘા પર ધીમે-ધીમે મસળો. થોડા સમય બાદ પાણીથી ઘા ને ધોઈ લો. આ ઉપાયથી ઘા પર ઝડપથી રૂઝ આવી જશે. 

2. ઓઈલી વાસણોની સફાઈ

ઘણીવાર ગમે તેટલા ધોયા બાદ પણ વાસણોમાં ચીકાશ રહી જ જાય છે. જેને દૂર કરવા માટે તમે બચેલી ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. ઓઈલી વાસણોને સાફ કરવા માટે તમે ચા ની બચેલી પત્તીઓને સારી રીતે ઉકાળી લો અને પછી વાસણોને આનાથી સાફ કરી લો. 

3. છોડને પોષણ મળે છે

અમુક લોકોને ઘરમાં છોડ વાવવાનો શોખ હોય છે. જોકે ઘણીવાર કોઈ કારણવશ આની સારસંભાળ થઈ શકતી નથી. જેના કારણે યોગ્ય પોષણ ના મળવાના કારણે આ ખરાબ થવા લાગે છે. છોડને પોષણ આપવા માટે તમે બચેલી ચા ની પત્તીને છોડના મૂળમાં નાખી શકો છો. આ પત્તીઓ ખાતર તરીકે કામ કરે છે અને છોડને લીલોછમ રાખે છે. 

Article Content Image

4. કિચનના ડબ્બાની સફાઈ

જો તમારા રસોડામાં રાખેલા જૂના ડબ્બામાંથી સ્મેલ આવી રહી છે તો તમે તેની દુર્ગંધને દૂર કરવા માટે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. તે બચેલી ચા પત્તીને પહેલા સારી રીતે ઉકાળો લો. બાદમાં તે જ પાણીમાં ડબ્બાને પલાળી દો. આવુ કરવાથી ડબ્બામાંથી આવી રહેલી દુર્ગંધ દૂર થઈ જશે. 

5. બીજીવાર ઉપયોગ કરી શકો છો

તમને એ જાણીને નવાઈ લાગશે કે તમે બચેલી ચા પત્તીનો ઉપયોગ બીજીવાર પણ કરી શકો છો. આ માટે પહેલા તમારે બચેલી ચા પત્તીને સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દેવી પડશે. તડકામાં સૂકવ્યા બાદ તમે તેને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો. આ ચા પત્તીનો ઉપયોગ તમે બીજીવાર ચા બનાવવા માટે પણ કરી શકો છો. 

6. માખીઓને દૂર ભગાડવામાં મદદ

બચેલી ચા પત્તીની મદદથી તમે ઘરમાં ગુણગુણ કરી રહેલી માખીઓને દૂર ભગાડી શકો છો. આ માટે તમારે બચેલી ચા પત્તીને પહેલા ઉકાળી લેવી પડશે. બાદમાં માખીઓના સ્થળે આ પાણીથી પોતુ મારી દો. આવુ કરવાથી માખીઓને દૂર ભગાડવામાં મદદ મળશે.

Gujarat