Get The App

Window Vs Split AC: વિન્ડો કે સ્પ્લિટ, જાણો કયું એસી તમારા માટે છે બેસ્ટ

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
Window Vs Split AC which is Better


Window Vs Split AC which is Better: એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમીની અસર વધુ વધશે. ક્યારેક ગરમી એટલી તીવ્ર હોય છે કે રાત્રે પંખા અને કુલર ચલાવવા છતાં પણ રાહત મળતી નથી. જેથી લોકો એસી લગાવે છે, પણ એવામાં પ્રશ્ન એ થાય કે કયું સારું છે, વિન્ડો એસી કે સ્પ્લિટ એસી? જોઈએ.

વિન્ડો એસીની ખાસિયત જાણો 

સ્પ્લિટ એસીનું એક યુનિટ બહાર છે એટલે કે તેનું કોમ્પ્રેસર બહાર લાગેલું હોય છે. આ કારણે, જ્યારે સ્પ્લિટ એસીનો ઉપયોગ ઘરની અંદર કરવામાં આવે છે ત્યારે અવાજ ઓછો થાય છે. સ્પ્લિટ એસી સારી ઠંડક પણ આપે છે. આ ઉપરાંત સ્પ્લિટ એસી ખાસ ફિચર હોવાથી તે રૂમને સારી રીતે ઠંડુ કરે છે. 

જો તમારો રૂમ મધ્યમ કે મોટો છે તો સ્પ્લિટ એસી તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સ્પ્લિટ એસીની ખાસ વાત એ છે કે તેની ડિઝાઇનિંગ ખૂબ જ સારી હોય છે. તે બારીને બ્લોક કરતું નથી. જો કે, તેમની કિંમત વિન્ડો એસી કરતા વધારે છે. 

જાણો વિન્ડો એસીની શું છે ખાસિયત 

વિન્ડો એસી સ્પ્લિટ એસી કરતા સસ્તા હોય છે. તેમજ તેને ઇન્સ્ટોલ કરવું પણ સરળ છે. આમાં તમારે કોઈપણ પ્રકારના વધારાના પાઇપની જરૂર નથી. એવામાં જો તમારો રૂમ 150 ચોરસ ફૂટ છે તો તમે વિન્ડો એસી લગાવી શકો છો. વિન્ડો એસીનું મેઈન્ટેનન્સ કરવું પણ સરળ હોય છે. 

આ પણ વાંચો: શું તમારી કોફી પણ જામી જાય છે? આ સ્માર્ટ રીતે સ્ટોર કરવાથી હંમેશા રહેશે ફ્રેશ

કયું સારું છે, વિન્ડો એસી કે સ્પ્લિટ એસી?

જો તમને સારું પરફોર્મન્સ અને વધુ સુવિધાઓ ધરાવતું AC જોઈએ છે, જે અવાજ પણ ન કરે, તો સ્પ્લિટ AC તમારા માટે એક સારો વિકલ્પ છે. જો તમારું બજેટ ઓછું હોય તો તમે વિન્ડો એસી ખરીદી શકો છો.

Window Vs Split AC: વિન્ડો કે સ્પ્લિટ, જાણો કયું એસી તમારા માટે છે બેસ્ટ 2 - image

Tags :