શું તમારી કોફી પણ જામી જાય છે? આ સ્માર્ટ રીતે સ્ટોર કરવાથી હંમેશા રહેશે ફ્રેશ
How to Protect Coffee From Moisture: જો તમને કોફી પીવાનો શોખ છે અને સવાર-સાંજ તમારા કામની શરૂઆત અને અંત કોફીથી કરો છો, તો ચોક્કસ તમારા રસોડામાં પણ એક મોટું કોફી બોક્સ હશે. પરંતુ લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે ભેજ વધવાને કારણે, તેમની કોફી જામીને કન્ટેનરમાં ચોંટી જાય છે અને તેની સુગંધ પણ બગડી જાય છે. એવામાં જાણીએ કે તમે કોફીને ફ્રેશ અને જામી જતી અટકાવવા માટે શું કરી શકો છો.
કોફીનો યોગ્ય રીતે કેવી રીતે સ્ટોર કરવી?
સિલિકા જેલ પેકનો ઉપયોગ કરો
તમે કોફીના ડબ્બામાં સિલિકા જેલ પેક મૂકી શકો છો, જે ભેજ શોષવામાં મદદ કરે છે. સિલિકા જેલ પેક હોવાથી બસ પેકેટ ખોલીને કોફી વાપરવા સમયે ધ્યાન રાખવું જરૂરી છે. તમારા કોફી કેનમાં એક કે બે સિલિકા જેલ પેક મૂકો અને ખાતરી કરો કે આ પેક કોફીના સંપર્કમાં ન આવે અને ફક્ત કેનની અંદર જ રહે. સિલિકા જેલ પેક ભેજ શોષીને કોફીને જામી જતી અટકાવે છે.
એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો
બને તો એર ટાઈટ કન્ટેનરમાં કોફી સ્ટોર કરો અને ઢાંકણને ચુસ્તપણે બંધ કરો. ખાસ કરીને જો બહાર ભેજ હોય તો કન્ટેનર ખુલ્લું ન રાખો. હએર ટાઈટ કન્ટેનર કોફીને ઓક્સિજન અને ભેજથી રક્ષણ આપે છે, તેને જામી જતી અટકાવે છે.
ફ્રીઝરમાં સ્ટોર કરો
જો ભેજનું પ્રમાણ વધારે હોય અને તમારી પાસે કોફીનું મોટું પેકેટ હોય, તો તેને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. આ માટે, કોફીને એર ટાઈટ બેગ અથવા કન્ટેનરમાં રાખો અને તેને ફ્રીઝરમાં સ્ટોર કરો. તમારી જરૂરિયાત મુજબ જરૂરી માત્રામાં જ બહાર કાઢો અને બાકીનું પેકેટ ફ્રીઝરમાં રાખો. ફ્રીઝરમાં રાખેલી કોફી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને ભેજથી સુરક્ષિત રહે છે.
ઠંડી, સૂકી જગ્યાએ રાખો
કોફીને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. કોફી પાઉડરને ફ્રેશ રાખવા માટે ગરમી, સૂર્યપ્રકાશ અથવા ભેજથી દૂર રાખો. કેબિનેટ અથવા પેન્ટ્રી જેવી ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો. ઠંડુ અને સૂકું વાતાવરણ કોફીના સ્વાદ અને સુગંધને જાળવી રાખવામાં મદદ કરે છે.