For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જો બાથરૂમનો દરવાજો સડી જાય તો તેને બદલ્યા વગર કરી શકો છો ઠીક

Updated: Dec 29th, 2023

જો બાથરૂમનો દરવાજો સડી જાય તો તેને બદલ્યા વગર કરી શકો છો ઠીક

નવી દિલ્હી,તા. 29 ડિસેમ્બર 2023, શુક્રવાર 

સવારે ઉઠતાં જ પહેલાં નાહવા માટે કે ફ્રેશ થવા માટે વ્યક્તિ બાથરુમનો ઉપયોગ કરે છે, અત્યારે તો વેસ્ટર્ન ટોઇલેટ અને બાછરૂમ લોકો વાપરતા થઇ ગયા છે. પરંતૂ ઘણી વાર ઘરના બાથરુમમાં પાણીને કારણે કાટ લાગી જાય છે કે નીચેથી વરસાદનું પાણીના કારણે પણ દરવાજો સડવાનું ચાલુ થઇ જાય છે. ત્યારે મોટા ભાગના લોકો દરવાજો ચેન્જ કરવાનું વિચારે છે. પરંતૂ આ સિવાય પણ ઘણા રસ્તાઓ અને ઉપાયો છે જેનાથી તમે દરવાજો ઠીક કરી શકો છો.  

1.વોટરપ્રૂફ ટેપ (ક્ષતિગ્રસ્ત બાથરૂમનો દરવાજો કેવી રીતે રિપેર કરવો)

જો તમારા બાથરૂમનો દરવાજો સડી જાય તો આ સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઉપાય વોટરપ્રુફ ટેપ. જે 30 થી 50 રૂપિયામાં માર્કેટમાં મળી જાય છે. તમે તમારા ઘરના દરવાજાને પાણીથી તો બચાવી શકો છો પણ તેને તૂટતા પણ બચાવી શકો છો.

બજારમાં ઘણા પ્રકારની સુંદર ટેપ (બાથરૂમ ડોર પ્રોટેક્શન શીટ) ઉપલબ્ધ છે, જે બાથરૂમના દરવાજા પર લગાવવાથી તે સુંદર દેખાશે. આ વોટરપ્રૂફ ટેપ ઑનલાઇન શોપિંગ સાઇટ્સ અને સ્ટોર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે. અહીં દર 2-3 મહિને સ્ટ્રીપ્સ ચેન્જ કરતા રહેવું પડશે.

2. સ્ટીલની અથવા લોખંડની પ્લેટ

માર્કેટમાં સ્ટીલની પ્લેટ તમને સરળતાથી મળી જશે. આનાથી તમારા બાથરુમનો લુક બગડી જશે તો એવુ નથી, તેના પર તમે કલર કરી શકો છો. તમે તેને દરવાજાની જેમ જ રંગ કરો અને પછી તેને તળિયે કીલની મદદથી દરવાજા સાથે જોડી દો. આમ કરવાથી તમારે દરવાજો બદલવાની પણ જરૂર નહીં પડે.

3. વોટરપ્રુફ વોલપેપર અથવા શીટ 

બાથરુમના દરવાજા પર રોજ પાણી પડવાથી લાકડુ ખરાબ થઇ જાય છે. તમારા સડેલા બાથરૂમના દરવાજાને ઠીક કરવામાં આ વોલપેપર મદદ કરી શકે છે. બજાર અથવા ઓનલાઈન શોપિંગ સાઈટમાં વોટરપ્રૂફ વોલપેપર્સ સરળતાથી મળી જાય છે. આ વોલપેપર ત્યાં લગાવવાથી દરવાજાનો શો પડશે. 

4.Tung oil ટંગ ઓઇલ 

વારંવાર પાણીના સંપર્કમાં આવવાથી દરવાજાને નુકસાન થવા લાગે છે. તેથી આ તેલને બાથરૂમના દરવાજાની નીચેની બાજુએ લગાવાથી ફાયદો થાય છે. આ તેલનો ઉપયોગ લાકડાને બચાવવા માટે થાય છે. આ સાથે લાકડા પર ફિનિશિંગ કરવામાં આવે છે. આ તેલ છ મહિનામાં કે ,વર્ષમાં એક વાર દરવાજા પર લગાવવું જોઈએ. આ તેલ ફર્નિચર સ્ટોર્સમાં મળી શકે છે. અથવા તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો.

Gujarat