90 વર્ષ જુનો ઉર્દુમાં લખેલું વેડિંગ કાર્ડ વાયરલ

Updated: Jan 2nd, 2023


નવી મુંબઇ,તા.2 જાન્યુઆરી 2022, સોમવાર  

90 વર્ષ પહેલાનું લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. કાર્ડ ખૂબ જ સરળ છે.  પરંતૂ આમંત્રણ ઉર્દૂમાં લખેલું છે અને આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

હાથથી લખેલું કાર્ડ વાયરલ

વર્ષ 1933નું એક લગ્નનું કાર્ડ ટ્વિટર પર વાયરલ થયું છે. તે પણ પ્રિન્ટેડ નહીં પણ હાથથી લખેલું લગ્નનું કાર્ડ છે. ઉર્દૂમાં હસ્તાક્ષર પણ કરેલા છે. આ કાર્ડ પાકિસ્તાનના કરાચીની ફેશન ડિઝાઇનર સોન્યા બટલાએ અપલોડ કર્યું હતું. આ કાર્ડ 1933માં દિલ્હીમાં સોન્યાના દાદા-દાદીના લગ્નનું છે. 

કાર્ડનો ફોટો શેર કરતાં સોન્યાએ ટ્વીટ કર્યું

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે, તેનો કાર્ડનો રંગ બ્રાઉન શેડમાં છે ઉર્દૂમાં કૈલીગ્રાફી કરવામાં આવ્યું છે. કાર્ડમાં મોહમ્મદ ઈબ્રાહિમ 23 એપ્રિલ, 1933ના રોજ પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ આપી રહ્યા છે. બટલાના ટ્વીટ પર કોમેન્ટ કરતા ઘણા લોકોએ લખ્યું કે, વરરાજાનું ઘર પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબના વિસ્તારમાં છે. 

    Sports

    RECENT NEWS