For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્ન જીવનને સુખી બનાવવા શા માટે જરુરી છે ખુલીને વાત કરવી?

Updated: Jan 5th, 2024

લગ્ન જીવનને સુખી બનાવવા શા માટે જરુરી છે ખુલીને વાત કરવી?

Image:FreePik

નવી મુંબઇ,તા. જાન્યુઆરી 2024, શુક્રવાર 

પતિ પત્નીના સંબંધો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કોઇ પણ સંબંધમાં પ્રેમ અને સન્માન જરૂરી છે. તેજ રીતે પતિ-પત્નીનો સંબંધમાં પણ જરુરી છે. જો તેમાં પ્રેમ અને સન્માન જળવાઇ રહે. પતિ અને પત્નીના સંબંધોમાં વર્ષો બાદ પણ જો બંને પોતાના મનની વાતને ખૂલીને ન કહી શકતા હોય ત્યારે સંબંધોમાં એ મધુરતા નિખાલસતા રહેતી નથી. તેથી રોજ દિવસમાં થોડો સમય પતિ પત્નીએ એકબીજા સાથે વાતો શેર કરવા માટે નિકાળવો જોઇએ. તમારા વિચારો, તમારા ભૂતકાળના દિવસો, ઇચ્છાઓ, તમારા વિચારો વિશે ચર્ચા કરતા રહો, તો તમારા જીવનસાથી તમને વધુ સારી રીતે સમજી શકશે.

  • જો તમે તમારા પાર્ટનરની કોઈ વાતને સમજી શકતા નથી, અથવા તેને સમજવા માટે અલગ-અલગ રીતો શોધી રહ્યાં છો અથવા લોકોની મદદ માગી રહ્યાં છો, તો સારું રહેશે કે, તમે તમારા પાર્ટનર સાથે સીધી વાત કરો અને તેને સમજવાનો પ્રયાસ કરો.
  • આ રીતે કોઈ ત્રીજો વ્યક્તિ તમારી વચ્ચે નહીં આવે અને તમારા સંબંધોમાં અંતર વધવાની કોઈ શક્યતા નહીં રહે. આ રીતે, જ્યારે તમે એકબીજા સાથે વાતચીત કરો છો ત્યારે તે તમારો ઘણો સમય બચાવે છે.
  • વાતચીતની મદદથી તમે તમારા પાર્ટનરને માત્ર સમજી શકતા નથી, પરંતુ તમને તમારી જાતને જાણવાની તક પણ મળે છે. 
  • જ્યારે તમે તમારા પાર્ટનરને બધું જ શેર કરવાનું શરૂ કરો છો, તે શું છે અથવા તમારી પસંદ-નાપસંદ શું છે, ત્યારે તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરો છો અને તમારી જાતને સુધારવાની પણ શક્યતાઓ છે.
  • બહેતર વાતચીત તમને બંનેને નજીક આવવા અને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. તમે સમજો છો કે દુનિયામાં જો કોઈ તમને શ્રેષ્ઠ રીતે ઓળખે છે, તો તે તમારો પાર્ટનર છે, આમ તમારા ભાવનાત્મક મૂળ પણ મજબૂત બને છે.
Gujarat