For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નશો કરવા માટે ડ્રગ્સ અને આલ્કોહોલ થયા જૂના, જાણો નવો સ્વાસ્થ્યપ્રદ રસ્તો

Updated: Apr 4th, 2022

Article Content Image

- બાઈનોરલ બીટ્સ એક અવાજ આધારીત બ્રેઈન હેક છે જે મગજને સક્રિય બનાવે છે

અમદાવાદ, તા. 04 એપ્રિલ 2022, સોમવાર

આપણે જ્યારે પણ કોઈને સવાલ કરીએ કે, તમે નશો શા માટે કરો છો? ત્યારે સામાન્ય રીતે એક જ જવાબ મળતો હોય છે કે 'માનસિક શાંતિ' માટે. નશો કરવા માટે ડ્રગ્સ, કેમિકલ્સ અને દારૂનો ઉપયોગ થતો હોય છે. ત્યારે એક નવો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી ચલણી બની રહ્યો છે જેમાં માનસિક આરામ તો મળે જ છે અને સાથે જ હાઈ પણ થઈ શકાય છે. એ પણ આરોગ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર. આ નવા ટ્રેન્ડ અંગે સમગ્ર વિશ્વમાં રિસર્ચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે માનસિક આરામ, કોન્સિયસનેસ (સભાનતા) વધારવા, ફોકસ વધારવા અને મગજને સક્રિય કરવા માટે વધુ કારગર છે. 

એક અહેવાલ પ્રમાણે આજકાલ લોકો ડ્રગ્સ અને આલ્કોહોલ છોડીને વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી બાઈનોરલ બીટ્સ (Binaural Beats) સાંભળી રહ્યા છે. તે એક અવાજ આધારીત બ્રેઈન હેક છે. તેના માટે એક સારા હેડફોન, ઈન્ટરનેટ કનેક્શન અને મોબાઈલની જરૂર પડે છે. 

શું છે બાઈનોરલ બીટ્સ

બાઈનોરલનો શાબ્દિક અર્થ થાય છે 2 કાન અને બીટ્સ એટલે ધ્વનિ. મતલબ કે, 2 કાન દ્વારા સાંભળવામાં આવતો ધ્વનિ. પરંતુ બાઈનોરલ બીટ્સ એક ખાસ પ્રકારની ધ્વનિ છે જે ડાબા અને જમણાં એમ બંને કાનમાં અલગ અલગ સાઉન્ડ ફ્રિક્વન્સી સાથે સાંભળવામાં આવે છે. તેને સાંભળવાથી મગજના અનેક ભાગ સક્રિય બની જાય છે અને તેમાંથી હેપ્પી હોર્મોન્સ (Happy Hormones) નીકળવા લાગે છે. તેનાથી શાંતિ, ધ્યાનમગ્નતા, ખોવાઈ ગયા જેવા અનુભવ થાય છે જે નશાની સ્થિતિમાં પહોંચાડી શકે છે અને તે પણ કોઈ પણ જાતના શારીરિક નુકસાન વગર. 

બાઈનોરલ બીટ્સના પ્રકાર

બાઈનોરલ બીટ્સના કુલ 5 પ્રકાર છે જે વિવિધ પ્રકારના ધ્વનિ તરંગો દ્વારા મગજના વિભિન્ન હિસ્સાને સક્રિય કે શાંત કરે છે. 

ડેલ્ટા બાઈનોરલ બીટ્સ સાંભળવાથી તમે ગાઢ નિંદ્રામાં પહોંચી જાઓ છો અને અવચેતન મન સાથે જોડાઈ શકાય છે. 

થીટા બાઈનોરલ બીટ્સ સાંભળવાથી ધ્યાનની અવસ્થામાં પહોંચી શકાય છે. ક્રિએટિવિટી વધે છે. આંખોની રેપિડ મૂવમેન્ટમાં સુધારો આવે છે. 

આલ્ફા બાઈનોરલ બીટ્સ આપણા મગજ પર રિએક્ટ કરે છે. તેને સાંભળવાથી મગજ ફ્લો સ્ટેટ (વહેતું હોય એવી સ્થિતિ)માં આવી જાય છે. તણાવ ઘટે છે. 

બીટા બાઈનોરલ બીટ્સથી મોટિવેશન એટલે કે પ્રેરણા મળે છે. તે તમને વધુ એલર્ટ કરે છે. ધ્યાન લગાવવામાં પણ કામ આવે છે. કોઈ સમસ્યાનું સમાધાન શોધવાની કાબેલિયત વધારે છે. ઉપરાંત સેક્સ્યુઅલ હેલ્થ પણ સુધારે છે. 

ગામા બાઈનોરલ બીટ્સથી આપણાં મગજની ગતિવિધિઓ ખૂબ જ તેજ થઈ જાય છે. યાદશક્તિ પાછી મેળવવા અને માનસિક જાગૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ઈન્ટેલિજન્સ અને જાત પરનો કાબૂ વધે છે. 


Gujarat