Get The App

બેલી ફેટ ઘટાડવું હોય તો આજથી જીવનમાં કરો આટલા ફેરફાર, મહિનામાં રિઝલ્ટ દેખાશે!

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
બેલી ફેટ ઘટાડવું હોય તો આજથી જીવનમાં કરો આટલા ફેરફાર, મહિનામાં રિઝલ્ટ દેખાશે! 1 - image


Waist Large: પેટની ચરબી વધવાની સમસ્યા આજકાલ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળતી મોટી સમસ્યા છે. પેટની ચરબી માત્ર તમારી પર્સનાલિટીને જ બગાડે છે એવું નથી, પરંતુ તે ઘણા રોગોનું મૂળ પણ છે. પેટની ચરબી ઘટાડવા અને વજન ઘટાડવા માટે લોકો જીમમાં જાય છે અને ડાયેટિંગ કરે છે, પરંતુ લાંબા સમય બાદ પણ કોઈ ખાસ  ફાયદો થતો નથી.

આ પણ વાંચો: આ પાંચ કામોમાં ભૂલથી પણ બાળકોને ન આપો સાથ, નહીં તો અંધારામાં ડૂબી જશે ભવિષ્ય

તેલ, મસાલા, મેદા અને ખાંડથી ભરપૂર ખોરાકથી દૂર રહેવું 

જો તમે હંમેશા ફિટ રહેવા માંગતા હોવ અને તમારી કમરની સાઈઝ ઓછી કરવા માંગતા હોવ તો, તમારે તમારી લાઈફ સ્ટાઈલ સ્વસ્થ બનાવવી પડશે. તમારે શક્ય તેટલો હળવો ઘરે બનાવેલો ખોરાક ખાવો જોઈએ જેમાં ઓછામાં ઓછી કેલરી અને ચરબી હોય. અને  તેલ, મસાલા, મેદા અને ખાંડથી ભરપૂર ખોરાકથી દૂર રહેવું જરુરી છે.

નારિયેળ પાણી, લીંબુ પાણી, શાકભાજીનો રસ સેવન કરો

તમારે તમારા આહારમાં શક્ય તેટલા શાકભાજી, ફળો, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો અને સૂકા ફળો અને બીજને સામેલ કરવા જોઈએ.શરીરમાં ડિહાઇડ્રેશનની અસર વજન ઘટાડવા પણ અસર કરે છે, તેથી પુષ્કળ પાણી પીવો. આ ઉપરાંત નારિયેળ પાણી, લીંબુ પાણી, શાકભાજીનો રસ અને ડિટોક્સ પીણાંનું પણ સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: 16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત

ઝડપી ચાલવું, જોગિંગ, સાયકલિંગ અને યોગ પણ ફાયદાકારક

એટલે કે, સ્વાસ્થ્ય અને વજન ઘટાડવા માટે ઊંઘ અને તણાવનો સામનો કરવો પણ જરુરી છે. કમરને પાતળી બનાવવા માટે જીમમાં જવા ઉપરાંત ઝડપી ચાલવું, જોગિંગ, સાયકલિંગ અને યોગ જેવી સરળ કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આર્ટિકલમાં બતાવવામાં આવેલી બાબતો સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરુરી છે.


Tags :