Get The App

ભારતમાં આઠ દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, કેરળમાં શરૂ થયો વરસાદ, 16 વર્ષમાં પહેલી વખત આવું બન્યું

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ભારતમાં આઠ દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, કેરળમાં શરૂ થયો વરસાદ, 16 વર્ષમાં પહેલી વખત આવું બન્યું 1 - image


Monsoon 2025:  હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે. આ સાથે 16  વર્ષમાં પહેલીવાર કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી. ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સિસ્ટમના કારણે ગત બે દિવસમાં કેરળના અનેક ભાગમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ પહેલાં 2009 અને 2001માં આટલું વહેલા ચોમાસું આવ્યું હતું, જ્યારે તે 23 મેના દિવસે રાજ્યમાં પહોંચ્યું હતું. 

ભારતમાં આઠ દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, કેરળમાં શરૂ થયો વરસાદ, 16 વર્ષમાં પહેલી વખત આવું બન્યું 2 - image

હવામાન વિભાગના જણાવ્યાનુસાર કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, આઠ દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન  થઈ ગયું છે. આ સાથે તે 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 1918માં રાજ્યમાં 11 મેના દિવસે જ ચોમાસાની શરૂઆત થઈ હતી. બીજી બાજું, સૌથી મોડા ચોમાસાનું આગમન 1972માં નોંધાયેલું છે, જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ 18 જૂનથી શરૂ થયો હતો. છેલ્લાં 25 વર્ષમાં સૌથી વધારે મોડું ચોમાસાનું આગમન 2016માં થયું હતું.  

આ પણ વાંચોઃ કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો

આવનારા 24 કલાકમાં કેરળમાં દસ્તક આપી શકે છે ચોમાસું

IMDની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસું આવવાની સંભાવના 27 મેની ડેડલાઇનની અંદર હતી, જેમાં ચાર દિવસનું મૉડલ એરર માર્જિન ચાલતું હતું. ગત વર્ષે ચોમાસાએ કેરળમાં 30 મેના દિવસે આગમન કર્યું હતું. ચોમાસાનું સમયસર આગમન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, જ્યાં વાર્ષિક વરસાદનો લગભગ 70% જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન થાય છે. 

સિંચાઈ, ભૂગર્ભજળ અને જળાશયોને ફરીથી ભરવા માટે ચોમાસાનો વરસાદ મહત્ત્વપૂર્ણ છે અને તેની સીધી અસર દેશના કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર પડે છે. IMDએ 2025 માટે સરેરાશ કરતાં વધુ ચોમાસાના વરસાદની આગાહી કરી છે, જેનાથી ખરીફ સિઝનના પાકમાં રેકોર્ડ ઉત્પાદનની અપેક્ષા છે. ઉત્પાદન વધવાથી ગ્રામીણ આવક વધશે, ખાદ્ય સુરક્ષા વધશે અને દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધશે. વહેલા વરસાદથી ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંના વાવેતરને વેગ મળવાની અને રવિ સિઝન પહેલા જળાશયોના પાણીના સ્તરમાં વધારો થવાની આશા છે.

આ પણ વાંચોઃ '40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં...' UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ

પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણની સિસ્ટમ રચાઈ

IMDએ આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, લક્ષદ્વીપના કેટલાક ભાગો, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આ જ સમયગાળા દરમિયાન આગળ વધશે. જેની સમાંતર, દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીની જાણ કરવામાં આવી છે. આ લૉ પ્રેશર સર્જાતા આગામી 36 કલાકમાં ઉત્તર તરફ આગળ વધતાં વધુ મજબૂત બની શકે છે અને સ્થાનિક હવામાન પેટર્નને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ અને પવનમાં ફેરફાર થઈ શકે છે.

દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલી ગરમીની સ્થિતિમાં રાહત મળવાની આશા વચ્ચે ચોમાસાની પ્રગતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી, ચોમાસાના માર્ગમાં કોઈ મોટો વિલંબ કે વિચલન જોવા નથી મળ્યું. આ સમગ્ર ભારતમાં વરસાદ આધારિત કૃષિ વિસ્તારો માટે સકારાત્મક સમાચાર છે. ઉત્તર ભારતીય રાજ્યોની વાત કરીએ તો, IMDએ 25 થી 30 જૂનની વચ્ચે આ પ્રદેશમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. આ પ્રદેશ દેશના દક્ષિણ અને મધ્ય ભાગો કરતાં થોડો મોડો મોસમી ફેરફારો દર્શાવે છે. પશ્ચિમ ભારતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.

Tags :