For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Happy Birthday Deepika Padukone : દીપિકા પાદુકોણની કેટલીક ખાસીયતો જે આપે છે જીવનમંત્ર

Updated: Jan 5th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી 2021, મંગળવાર 

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફિલ્મોમાં આવતાં પહેલા તેણે મૉડલિંગ પણ કર્યુ. આજે તે એક સફળ અભિનેત્રી છે. તો તેનું કારણ છે તેનો અભિનય અને પોતાના કામ પ્રત્યે તેનું સમર્પણ. આજે તેની અલગ ઓળખ છે અને તેના અભિનયે કેટલીય ફિલ્મોને યાદગાર બનાવી દીધી છે. આ જ કારણ છે કે આજે તે લાખો લોકોની પ્રેરણા છે. અને લોકો તેના જેવા બનવાની ઇચ્છા ધરાવે છે. જો કે, સફળતા માટે તેણે ઘણી મહેનત કરી છે અને જીવનમાં ઉતાર-ચઢાવ પણ જોયા છે. પરંતુ તે પોતાના સાહસ અને ધગસના કારણે ટોચ પર પહોંચવામાં સફળ રહી. જાણો, સંઘર્ષનો સામનો કરવા માટેના કેટલાક જીવનમંત્ર

દુખ જીવનનો હિસ્સો છે

દીપિકાએ જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ જોયા છે. દીપિકાએ ઘણીવાર ડિપ્રેશન અને મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે અને તેના વિશે ખુલીને વાત કરી છે. આ જ કારણ છે કે તે એવા લાખો લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઇ છે જે તેની જેમ જ સંઘર્ષના સમયથી પસાર થઇ રહ્યા છે. એટલા માટે સફળતા વચ્ચે આવતી મુશ્કેલીઓનો સામનો સાહસથી કરવો જોઇએ. 

સખત મહેનત સફળતાનો મંત્ર 

દીપિકા પોતાના કામ અને પોતાના અભિનય માટે પોતાના સંપૂર્ણ સમર્પણ માટે ઓળખાય છે. ત્યારે પોતાના અભિનયને ખૂબ જ ખંતથી નિભાવે છે. તેની પાસેથી આપણે શીખી શકીએ છીએ કે કેવી રીતે આપણે પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું જોઇએ, જેથી આપણે સફળતાના શિખરો સર કરી શકીએ. 

મોટા સપના જુઓ

દીપિકા બોલીવુડની તે અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવે છે જે ક્યારેય કોઇ એક છબિમાં બંધાઇને નથી રહી. તેમણે ન માત્ર બૉલીવુડ, પરંતુ હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમની સફળતા શિખવાડે છે કે વ્યક્તિને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખતા મોટા સપના જોવા જોઇએ. એટલે કે પોતાની મહત્ત્વકાંક્ષાઓને આકાશથી પણ ઉપર રાખવી જોઇએ. 

સ્માઇલથી કરો મુશ્કેલ સમયનો સામનો 

એક વાત જે દીપિકાને સૌથી અલગ અને ખાસ બનાવે છે તે છે તેમની સ્માઇલ. સમય ગમે તેટલો ખરાબ હોય તે ધીરજનું દામન ક્યારેય છોડતી નથી અને સ્માઇલ સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે. 

લક્ષ્ય પર નજર રાખો

પોતાના સ્પોર્ટ્સમેન પિતા પાસેથી સ્પર્ધા વિશે દીપિકાએ ઘણુ બધુ શીખ્યું છે. દીપિકાએ ઘણીવાર કહી ચુકી છે કે તે ખુદને કોઇ સ્પર્ધામાં સામેલ કરવાનો પ્રયાસ નથી કરતી, પરંતુ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર ધ્યાન આપે છે. 

પરિવાર, મિત્રોનો સાથ જરૂરી

દીપિકા માટે પરિવાર પહેલા આવે છે. તે પોતાના માતા-પિતા અને બહેનની નજીક છે. તેમણે તે વાત પણ સ્વીકારી છે કે જ્યારે તે ડિપ્રેશનમાં હોય છે ત્યારે તેમની માતા હંમેશા તેમની સાથે સપોર્ટમાં રહે છે. જેનાથી તેમને મજબૂતી મળે છે. 

મુશ્કેલીઓમાંથી શીખો 

ઘણીવાર દીપિકા પોતાની કેટલીક ટિપ્પણીઓ માટે ઘણા ચર્ચામાં પણ રહી, પરંતુ તેણે તેમાંથી પણ શીખ્યું જ છે. તેણે પોતાના અંગત જીવન વિશે પણ ક્યારેય વધારે વાત નથી કરી. પરંતુ પોતાની ટીકાથી પણ તેણે ઘણુ શીખ્યું છે. તે સ્વીકારતી રહે છે કે મુશ્કેલ સમય તમને ઘણુ બધુ શીખવે છે. 

Gujarat