For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાળની શાઇનિંગ અને મજબૂતી માટે ઘરે જ બનાવો આ ખાસ હેરપેક

- હવે હેર સ્પા અને પાર્લરની જગ્યાએ ઘરેલૂ નુસ્ખાથી જ વાળની ચમક જાળવી રાખો

Updated: Aug 11th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2020, મંગળવાર 

સતત ઘણા સમય સુધી વાળની દેખભાળ કરવામાં ન આવે તો તે શુષ્ક અને બેજાન દેખાવા લાગે છે. આ સાથે જ તેના મૂળ પણ નબળા પડી જાય છે. જેના કારણે તે તૂટવા લાગે છે. આમ પણ મોનસૂનમાં ભેજના કારણે ત્વચાની જેમ વાળને પણ અસર પડે છે અને વાળ ખરવાની સમસ્યા રહે છે. પરંતુ જો તમે વાળની થોડી વધારે દેખભાળ કરો તો આ સમસ્યા છૂમંતર થઇ જશે. તેના માટે તમારે મોંઘા પાર્લરમાં પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી. બસ ઘરે જ આ સરળ પદ્ધતિઓથી હેર પેક બનાઓ અને હેર સ્પા કરો. 

ચા પત્તીનું હેરપેક

એક ચમચી ચાને એક મોટી ચમચી તેલમાં નાંખીને ગરમ કરો. એકવાર જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેને ગાળી લો અને ચાને તેમાંથી અલગ કરી લો. હવે તેમાં બીટની પેસ્ટ મિક્સ કરીને વાળમાં લગાવીને રહેવા દો. 30 મિનિટ બાદ વાળને સામાન્ય પાણીથી ધોઇ નાંખો. 

કેળાની પેસ્ટ

પોતાના વાળની લંબાઇ અનુસાર કેળાની પેસ્ટ બનાવી લો. હવે તેમાં એક ઈંડું અને થોડાક ટીપાં ઓલીવ ઓઇલ નાંખો અને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટ વાળમાં લગાવ્યા બાદ રહેવા દો. જ્યારે વાળ સમગ્રપણે સુકાઇ જાય ત્યારે કોઇ માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઇ લો. 

મેથીની પેસ્ટ

મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે મેથીને ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેમાં દહીં અને મધ મિક્સ કરો. વાળમાં લગાવીને એક કલાક માટે રહેવા દો ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઇ નાંખો. 

આ સરળ નુસ્ખાને ઘરે તમે સરળતાથી અજમાવી શકો છો. તેનાથી વાળની ચમક પાછી આવશે અને વાળ એકદમ મુલાયમ અને ચમકદાર બનશે. 

Gujarat