Lifestyle & Fashion

શું તમારું 10 વર્ષનું બાળક પણ ઓનલાઇન વાતો છુપાવે છે? ડિજિટલ યુગમાં માતા-પિતા માટે મોટો પડકાર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
માતા-પિતા 10 વર્ષના બાળકોને સ્માર્ટફોન આપતા પહેલા વિચારજો! નિષ્ણાતો કહે છે કે, બાળકોને ઓનલાઇન કેટલી અને કઈ ઉંમરે આઝાદી આપવી તે માત્ર સ્ક્રીન ટાઈમ નહીં, પરંતુ ડિજિટલ સમજણ અને માનસિક સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે. 2017ના એક યુરોપિયન સ્ટડીમાં 8 દેશોના 6400 બાળકો પર થયેલા સંશોધનમાં જણાયું કે, માત્ર પ્રતિબંધો નહીં, પરંતુ વાલીઓ દ્વારા ડિજિટલ માધ્યમો વિશે ખુલીને વાતચીત કરવાથી બાળકોમાં સારી ડિજિટલ સ્કિલ્સ કેળવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું તમારું 10 વર્ષનું બાળક પણ ઓનલાઇન વાતો છુપાવે છે? ડિજિટલ યુગમાં માતા-પિતા માટે મોટો પડકાર
IMAGE - ENVATO

Children online freedom: આજના સમયમાં માતા-પિતા એવા યુગમાં બાળકોનો ઉછેર કરી રહ્યા છે, જ્યાં 10 વર્ષના બાળકના હાથમાં સ્માર્ટફોન હોવો એક સામાન્ય બાબત બની ગઈ છે. ગેમિંગ એપ્સ, મેસેજિંગ પ્લેટફોર્મ, યુટ્યુબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટ ટુલ્સ અને સ્કૂલના ડિજિટલ ડિવાઇસ હવે બાળકોની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયા છે. આવા વાતાવરણમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બાળકોને ઓનલાઇન દુનિયામાં કેટલી અને કઈ ઉંમરે આઝાદી આપવી જોઈએ. નિષ્ણાતોના મતે, આ મુદ્દો માત્ર સ્ક્રીન ટાઈમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બાળકોની ડિજિટલ સમજણ અને માનસિક સુરક્ષા સાથે જોડાયેલી એક ગંભીર બાબત છે.

ટેકનોલોજીના કારણે વાલીઓની જવાબદારીમાં વધારો

એક્સપર્ટના જણાવ્યા અનુસાર આજકાલના બાળકો એકસાથે અનેક ડિવાઇસનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ માત્ર એકાદ મોબાઈલ સ્ક્રીન પર નજર નથી રાખવાની, પરંતુ એપ્સ, ગેમ્સ અને ઓનલાઇન કમ્યુનિટીઝની આખી માયાજાળનો સામનો કરવાનો છે. ઇન્ટરનેટ પરના ઘણા પ્લેટફોર્મ એવા હોય છે જે બાળકોને લાંબો સમય પોતાની સાથે જોડી રાખવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે, જેના લીધે વાલીઓની જવાબદારી પહેલા કરતાં ક્યાંય વધી ગઈ છે.

શું બાળકો પર માત્ર પ્રતિબંધ મૂકવો એ સાચો ઉપાય છે?

જો યોગ્ય રીતે ઓનલાઇન આઝાદી આપવામાં આવે તો તે બાળકો માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે, કારણ કે ઇન્ટરનેટ તેમને નવું જ્ઞાન, ક્રિએટિવિટી અને શીખવાની અઢળક તકો પૂરી પાડે છે. 'જર્નલ ઓફ કોમ્યુનિકેશન'માં પ્રકાશિત વર્ષ 2017ની એક મોટી યુરોપિયન સ્ટડીમાં 8 દેશોના 6400 બાળકો અને તેમના માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા હતા.

આ સંશોધનમાં બહાર આવ્યું કે જે માતા-પિતાએ બાળકો પર માત્ર કડક નિયમો લાદવાને બદલે તેમની સાથે ડિજિટલ માધ્યમો વિશે ખુલીને વાતચીત કરી, તેમના બાળકોમાં વધુ સારી ડિજિટલ સ્કિલ્સ અને સુરક્ષિત ઓનલાઇન આદતો કેળવાઈ. આ રિસર્ચ એ પણ દર્શાવે છે કે જરૂર કરતાં વધુ પાબંદીઓ બાળકોની શીખવાની અને તેમનો આત્મવિશ્વાસ વધારવાની ક્ષમતાને મર્યાદિત કરી નાખે છે.

ક્યારે અને કેવી રીતે હદ નક્કી કરવી?

એક્સપર્ટ્સનું માનવું છે કે બાળકોને ઓનલાઇન આઝાદી આપવાનો નિર્ણય માત્ર તેમની ઉંમર જોઈને ન લેવો જોઈએ. ડેવિડ સ્મિથના મતે, એક સરખી ઉંમરના બે બાળકોની સમજણ અને જવાબદારી નિભાવવાની ક્ષમતા તદ્દન અલગ હોઈ શકે છે. જો તમારું બાળક પોતાની ઓનલાઇન એક્ટિવિટી વિશે તમારી સાથે ખુલીને વાત કરતું હોય, ઇન્ટરનેટ પર કંઈક ખોટું દેખાવા પર તરત તમને જણાવતું હોય અને નક્કી કરેલા નિયમોનું પાલન કરતું હોય, તો તે સંકેત છે કે તે વધુ ડિજિટલ આઝાદી સંભાળવા માટે સક્ષમ છે. તેનાથી વિપરીત, જો બાળક ઓનલાઇન બાબતો છુપાવવા લાગે, વધુ ચીડચીડું થઈ જાય અથવા સ્ક્રીન ટાઈમ કંટ્રોલ ન કરી શકે, તો તેને હજુ વધારે મર્યાદાઓ અને દેખરેખની જરૂર છે.