For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મારા સંપૂર્ણ અભ્યાસ પાછળ આટલા રૂપિયા..' પિતાએ બાળકના પ્લે સ્કૂલની ફીનો સ્ટ્રક્ચર શેર કરતાં વાયરલ

Updated: Apr 13th, 2024

'મારા સંપૂર્ણ અભ્યાસ પાછળ આટલા રૂપિયા..' પિતાએ બાળકના પ્લે સ્કૂલની ફીનો સ્ટ્રક્ચર શેર કરતાં વાયરલ

છેલ્લા એક દાયકામાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પરંતુ બદલાતા સમય સાથે શાળાની ફીમાં વધારો પણ થયો છે, જે બાદ વાલીઓના ખિસ્સા પર પણ ભારે અસર પડી રહી છે. આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે વધતી ફી એક મોટી સમસ્યા બની રહી છે. 

આ દરમિયાન પ્લે સ્કૂલમાં ભણતા બાળકના પિતાએ ટ્વીટર એટલે એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

પિતાએ આ પોસ્ટ શેર કરતા લખ્યુ કે, હું મારા બાળકની પ્લે સ્કૂલમાં એક વર્ષમાં મારા આખા ભણતર પર જેટલો ખર્ચ નહી કર્યો હોય તેના કરતાં વધુ ફી ભરી રહ્યો છું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે ફી સ્ટ્રક્ચર પણ શેર કર્યું છે, જેમાં જોઈ શકાય છે કે, સ્કૂલની વાર્ષિક ફી 4 લાખ 30 હજાર રૂપિયા છે. આ પોસ્ટ @AkashTrader દ્વારા શેર કરવામાં આવી છે, જેઓ વ્યવસાયે CA છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સે સ્કુલની વધતી ફી અંગે ચિંતા વ્યક્ત કરી છે. 

વાયરલ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "આ મારા વાર્ષિક પગાર કરતાં વધુ છે." અન્ય એક યુઝરે લખ્યું કે, "સામાન્ય માણસ પોતાના બાળકને અહીં ભણાવી શકતો નથી." અન્ય એક યુઝરે લખ્યું કે, "12મા સુધીનો અભ્યાસક્રમ પ્લે સ્કૂલમાં જ પૂરો થઇ જશેને?" અન્ય લોકોએ પણ આ પોસ્ટ પર રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી છે.

Gujarat