For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Happy New Year 2021: જાણો, કયા દેશમાં સૌથી પહેલા થાય છે નવા વર્ષનું આગમન?

Updated: Dec 31st, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2020, ગુરુવાર 

નવા વર્ષની શરૂઆતમાં હવે થોડાક જ કલાકો બાકી છે. 31 ડિસેમ્બર 2020 એટલે કે આજે રાત્રે 12 વાગતા જ ભારતાના લોકો નવા વર્ષનાં સ્વાગતમાં લાગી જશે. ચારેય તરફ જશ્ન મનાવવામાં આવે છે અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવશે. 

વર્ષ 2021 ના સ્વાગત માટે તમારે આતુરતાથી રાતના 12 વાગ્યાની રાહ જોવી પડશે, પરંતુ કેટલાય દેશમાં આતિશબાજી અને રંગારંગ કાર્યક્રમ ભારતથી થોડાક સમય પહેલા જ શરૂ થઇ જાય છે. જાણો, તે દેશો વિશે જ્યાં ભારતથી પહેલા જ નવા વર્ષનું જશ્ન શરૂ થઇ જશે. 

આ દેશોમાં ભારત પહેલા નવા વર્ષનું આગમન થઇ જાય છે

વિશ્વમાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત સમોઆ અને ક્રિસમસ આઇલેન્ડ/ કિરીબૈતીમાં કરવામાં આવશે. અહીં ભારતીય સમયાનુસાર 31 ડિસેમ્બરના બપોરે 3:30 વાગ્યાથી નવું વર્ષ શરૂ થઇ જશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, રશિયાના કેટલાક ભાગ અને ઑસ્ટ્રેલિયામાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. 

એશિયાઇ દેશોની વાત કરવામાં આવે તો જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. જાપાન અને દક્ષિણ કોરિયામાં ભારતના સમયનુસાર 31 ડિસેમ્બરની રાત્રે 8:30 વાગ્યે નવુ વર્ષ પ્રારંભ થશે. 

ભારતના પાડોશી દેશમાં આ ટાઇમે મનાવવામાં આવશે નવુ વર્ષ

ભારતના પાડોશી દેશ ચીન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને નેપાળમાં નવા વર્ષનું જશ્ન ભારતથી પહેલા મનાવવામાં આવશે. ચીનમાં ભારતીય સમયાનુસાર ન્યૂ યર 31 ડિસેમ્બરે રાત્રે 09:30 વાગ્યે મનાવવામાં આવશે. ત્યારે મ્યાનમારમાં રાત્રે 11 વાગ્યે અને બાંગ્લાદેશમાં રાત્રે 11:30 વાગ્યે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. 

પાડોશી દેશ નેપાળમાં રાત્રે 11:45 પર નવા વર્ષનું જશ્ન મનાવવામાં આવશે, જ્યારે પાકિસ્તાનમાં ભારતમાંથી અડધા કલાક બાદ 12:30 વાગ્યે નવા વર્ષનું જશ્ન મનાવવામાં આવશે. 

Gujarat