વિધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાથનીનો બર્થ ડે પરાણે મનાવ્યો

ભુજ,બુાધવાર
રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં ઘૂસેલા ૩૦ વર્ષના વિાધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાથનીનો પરાણે બાર્થ ડે મનાવ્યો હતો. આ 'ધરાર પ્રેમીદએ શિક્ષક અને બાળકોની સામે જ છાત્રાનો હાથ પકડી બળજબરીથી સેલ્ફી લીધી હતી. એકાએક થયેલા બેહૂદા વર્તનાથી હતપ્રભ બનેલી વિદ્યાથનીએ માતાને વાત કહેતાં સઘળી હકીકતો બહાર આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ આૃર્થે આવી હતી. તેનો જન્મદિવસ હોવાનું જાણતો હોવાથી અને લાંબા સમયાથી સગીરાની પાછળ પડેલો વિાધર્મી યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક 'આઇ લવ યુદ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી. વાત આટલેાથી પૂરી થતી ન હોય તેમ બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરદસ્તી પકડીને સેલ્ફી લીધી હતી, તેમજ ચોકલેટ ખવડાવી હતી.
વિાધર્મી યુવકના અણછાજતા વર્તનાથી એક્દમ ડરી ગયેલી સગીરા હતપ્રભ બનીને પોતાના ઘરે તેની માતાને સઘળી હકીકત કહેતાં માતા-પિતા પણ સ્કૂલે દોડી આવ્યાં હતાં. તેમની ઉગ્ર રજૂઆતને પગલે ભારે હંગામો સર્જાયો હતો. જોકે શિક્ષકોએ પોતાના બચાવ માટે પરિવારને શાંત કર્યો હતો. શાળામાં ઘૂસી આવેલો વિાધર્મી યુવાન માથાભારે હોવાથી અને શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની હીન ઘટના ઘટતાં સમગ્ર બનાવ દબાવી દેવાની પેરવી કરાઈ હતી.
જોકે આ સમાચાર વાયુવેગે પ્રસરતા પોલિસ હરકતમાં આવી હતી અને રાપરના સમાવાસમાં રહેતા રહીમ હનીફ શેખની ધરપકડ કરી હતી તેની સામે ૩૫૪,૫૦૬/૨,પોકસોની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે.
રાપરમાં અનેક વિસ્તારોમાં થતી રોમિયોગીરીથી ભયનો માહોલ
રાપર શહેરના અયોધ્યાપુરી, ગેલીવાડી, વાઘેલા વાસ વિસ્તાર, સમાવાસ, સુખડાધાર વિસ્તારમાં આવારાં તત્ત્વો ખુલ્લેઆમ રોમિયોગીરી કરતાં હોય છે. કન્યા છત્રાલાય, બસ સ્ટેન્ડ, નગાસર બગીચા વિસ્તાર, ગુરુકુળ રિંગ રોડ, પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓ નજીક કેટલાક રોમિયો ખુલ્લેઆમ ચેનચાળા કરતા નજરે આવે છે, જેના કારણે કન્યા, યુવતીઓ અને મહિલાઓમાં ભયનો માહોલ છે. આવાં તત્ત્વોને કડક હાથે ડામવા પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે




