Gujarat

શેખપીરથી ભુજ નળ સર્કલ સુધી ૨૦૦થી વધુ ઓવરલોડ ટ્રકના થપ્પા લાગ્યા

By GS Team
24 Feb 20222 mins read
This article was originally published on 24 Feb 2022
શેખપીરથી ભુજ નળ સર્કલ સુધી ૨૦૦થી વધુ ઓવરલોડ ટ્રકના થપ્પા લાગ્યા

ભુજ, બુધવાર 

શેખપીર ચોકડી આરટીઓના અિધકારીઓ માટે ઓવરલોડ ગાડીઓના હપ્તા લેવાનું થાણું બની ગયાના આક્ષેપના પગલે પોતાને કામોઢા દર્શાવવા રાતોરાત આરટીઓના અિધકારીઓ હરકતમાં આવ્યા છે.વહેલી સવારાથી ઓવરલોડ ટ્રકો અટકાવી દેતા બપોર સુાધી શેખપીરાથી છેક ભુજના નળ સર્કલ સુાધી ૫ કિ.મીમાં ૨૦૦થી વધુ ટ્રકોના થપ્પા લાગી ગયા હતા. 

શેખપીર પાસે ફરજ બજાવતા આરટીઓના અિધકારીઓ દિવસ-રાત આંખ મીચીને ઓવરલોડ ગાડીઓને પસાર થવા દેતા હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી હતી. જેમાં અિધકારી હપ્તા લેતા હોવાના આક્ષેપ સાથેની અગાઉ વિડીયો કલીપ પણ ફરતી થઈ હતી. તે બાદ આ મામલે આરટીઓ અન્ય અરજદારો દ્વારા પણ જે તે આરટીઓ ઈન્સ્પેક્ટર સામે લેખિત ફરીયાદ કરાઈ હતી. પરંતુ આરટીઓ હરકતમાં આવવાના બદલે મુકપ્રેક્ષક બની બેઠા હતા જેના કારણે તેની સામે પણ અનેક સવાલ ઉઠયા હતા. તે વચ્ચે આજે અચાનક પોતાની છબીને સ્વચ્છ કરવા એકાએક શેખપીર પાસે ચેકીંગ કડક કરીને ઓવરલોડ ગાડીઓને પકડવાનું શરૃ કરતા ટ્રકમાલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સવારના એક ગાડીને પકડીને રૃ.૫૧ હજારનો દંડ વસુલાતા અન્ય ટ્રકચાલકો સર્તક થઈ ગયા હતા. માધાપર થી ભુજ સુાધીના સર્વિસરોડ પર પૈડા થોભાવી દિાધા હતા.પરીણામે ૫ કિ.મી લાંબી લાઈનો જોવા મળતા અન્ય વાહનચાલકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ ટ્રકોને હવે વગર દંડે કેમ આગળ વાધારવી તે મુદે કંપની તાથા ટ્રકમાલિકોમાં માથામણમાં પડયા છે. આજની સિૃથતી જોતા સ્પષ્ટ થાય છે કે, રોજ સેંકડો ઓવરલોડ ટ્રકો શેખપીર ચોકડી પરાથી પસાર થઈ હતી. આજે એક દિવસ લાલઆંખ કરતા આ ટ્રકોને પીછેહઠ કરવાની ફરજ પડતા ખુદ બ ખુદ આરટીઓનું હપ્તા લઈને ગેરકાયદે ટ્રકો પસાર કરવાનું કૌભાંડ બહાર આવી ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ નિયમ મુજબ મીઠામાં પ્રતિ ટન ૬ હજારનો દંડ લાગે ,જો એક ટ્રકમાં ૧૦ ટન ઓવરલોડ હોય તો અંદાજીત ૬૦ હજાર આસપાસ દંડની રકમ પહોંચે. હાલ ેજે રીતે ૨૦૦થી વધુ ગાડીઓ કતારબંધ ઉભી છે તેને જોતા આ તમામને ચેક કરીને સાણસામાં લેવાય તો ં જ એક કરોડ ૨૦ લાખ જેટલી આવક થઈ શકે તેમ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે  આ ટ્રકોને પસાર થવા કોઈ ચલકચલાણું કરાય છે કે પછી  જ્યાં સુાધી આ ગાડીઓ સંકજામાં ન આવે ત્યાં સુાધી શેખપીર પર સઘન વોચ ચાલુ રખાય છે.