For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ભાજપને અંદાજે 40 લાખ જેટલા મતોનો એક સામટો મોટો ઝટકો પડશે!!

Updated: Apr 23rd, 2024

ગુજરાતમાં ભાજપને અંદાજે 40 લાખ જેટલા મતોનો એક સામટો મોટો ઝટકો પડશે!!

- ટેટ-ટાટ પાસ ઉમેદવારોની સોશિયલ મિડીયા ઉપર ઝૂંબેશ

- રાજ્યના 78000થી પણ વધારે ટેટ- ટાટ ઉમેદવારોએ સતાપક્ષના ઉમેદવારોને નહીં આપવાનો નિર્ધાર વ્યકત કર્યો 

- સતા પક્ષના સમીકરણની ગણતરી ઉંધી વાળી દે તો નવા રાજકીય સમીકરણો સર્જાઈ શકે તેવા સંજોગા

ભુજ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે , ત્યારે હાલમાં સત્તા પક્ષ સામે એક પછી એક વિરોધ નોંધાતા જાય છે અને વિરોધનો સુર વધતો જાય છે, ત્યારે ગત વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી બાબતેની રજૂઆતનો રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતા અને ૧૧ માસ ના કરાર આધારિત જ્ઞાાન સહાયક યોજના અમલમાં મૂકી દેવામાં આવતા, સમગ્ર રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો પણ નારાજગી નો સુર પુરાવી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા મારફતે, રાજ્યના દરેક જિલ્લા વાઇસ વોટસએપ ગુ્રપ,મેસેન્જર, ટેલિગ્રામ જેવા  ગુ્રપના માધ્યમથી સતાપક્ષની સામેના ઉમેદવારોને મત આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવી રહ્યો છે. પોતાના પરિવાર, સગા સંબંધી, સ્નેહીજનો, મિત્ર વર્તુળ સહિત દરેક ઉમેદવારોને ઓછામાં ઓછા ૫૦ જેટલા મત , સત્તા પક્ષની સામેના ઉમેદવારોને મત અપાવવાનો લક્ષ્યાંક આપવામાં આવી રહ્યો છે .દેખીતી રીતે ૭૮,૦૦૦ જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો ઓછામાં ઓછા ૫૦ મતોનું ધ્રુવીકરણ કરાવે અને સત્તા પક્ષની સામેના ઉમેદવારોને મત આપવામાં મહત્વની ભૂમિકા ભજવે તો, આગામી લોકસભાની ચૂંટણીમાં ૭૮૦૦૦ * ૫૦ = ૩૯૦૦૦૦૦ એટલે કે ૪૦૦૦૦૦૦ જેટલા મતોથી  સરકાર સત્તા પક્ષને હાથ ધોવા પડશે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે એક સમાજ દ્વારા સત્તાપક્ષ સામેના ઉમેદવારોને મત આપવાનું આયોજન સાથે રણનીતિ ઘડવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવી જ રણનીતિ અને આયોજન મુજબ ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ આ રીતે જ સત્તાપક્ષ સામેના ઉમેદવારોને મતદાન કરશે તો ૪૦ લાખ જેટલા મત સામેના ઉમેદવારોને મત મળશે.

ચૂંટણીમાં હાર જીત અલગ બાબત છે. પણ સમગ્ર રાજ્યમાં થનાર મતદાનમાં મોટો ફરક પડશે.અને જેની સીધી અસર લોકસભા બાદ વિધાનસભા, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતની ચૂંટણી પર અસર પડશે. લોકસભા ૨૦૧૯ અને વિધાનસભા ૨૦૨૨ માં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન સત્તા પક્ષને મળેલ મતમાં ૧૦ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. અને આ વખતે જો ટેટ ટાટ ઉમેદવારો પણ ૪૦ લાખ જેટલા મતોનું ક્રોસ વોટીંગ કરીને, સામેના ઉમેદવારોને મત આપવામાં આવશે તો દેખીતી રીતે જ મોટું ગાબડું પડશે. જે નિર્ણાયક ભલે બને કે ન બને પણ તેની અસર ચોક્કસપણે પડશે

Gujarat