For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિનિયર સિટીઝન અને વિકલાંગ મતદારોનું 'ઘરબેઠાં' મતદાન શરૃ

- રાપર બેઠક ઉપર મતદાનની પ્રક્રિયાનો આરંભ

- આ બેઠક ઉપર ૧૬૯ સિનિયર સિટીઝનો અને ૪૦ ટકા જેટલી વિકલાંગતા ધરાવતા મતદારોનો સમાવેશ કરાયો

Updated: Apr 26th, 2024

સિનિયર સિટીઝન અને વિકલાંગ મતદારોનું 'ઘરબેઠાં' મતદાન શરૃભુજ,ગુરૃવાર

કચ્છ-મોરબી લોકસભા બેઠકની લોકસભાની ચૂંટણીના ભાગરૃપે આજે ૬- રાપર વિાધાનસભા મતદાર મંડળમાં આવતા સિનિયર સિટીઝન તાથા ચાલીસ ટકાથી વાધુ વિકલાંગતા ધરાવતા વ્યકિતઓના મતદાન માટે મતદારો માટે ઘરબેઠાં મતદાનની પ્રક્રિયા કરાઈ હતી. રાપર વિાધાનસભાના ચુંટણી અિધકારી બાલમુકુંદ સુર્યવંશીના વડપણ હેઠળ ૧૨ ટીમોએ કુલ ૧૬૮માંથી ૧૪૧ મતદારોનું મતદાન કરાવ્યું હતું. બાકી, ૨૮ મતદારોનું મતદાન કરાવવા કાર્યવાહી શુક્રવારે કરવામાં આવશે.

કચ્છ જિલ્લા  મુખ્ય ચૂંટણી અિધકારી  અમિત અરોરા તાથા મદદનીશ ચૂંટણી અિધકારી મેહુલભાઈ દેસાઇના માર્ગદર્શન હેઠળ  રાપર વિાધાનસભામાં આવતા ૧૬૯ સિનિયર સિટીઝન મતદારો તાથા ચાલીસ ટકા થી વાધુ વિકલાંગતા ધરાવતા વ્યકિતઓના મતો છે જેઓના મતદાન કરાવવા માટે પ્રાંત અિધકારીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એ.એમ.પ્રજાપતિ, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતના વડપણ હેઠળ બાર ઝોનલ ઓફિસરની ટીમ, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, પોલીસ કર્મચારીઓ તાથા માઇકો ઓબ્ઝર્વરની ટીમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે તમામ માહિતી આપવા માટે રાપર એરીયા ડેવલપમેન્ટ ઓાથોરિટીના સભા ખંડ મધ્યે મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કર્મચારીઓ તાથા સુરક્ષા વ્યવસૃથા  અંગેના કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. આમ આજાથી રાપર બેઠક માટે લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૃ થઈ હતી.

Gujarat