Cyclone Biparjoy : આવતીકાલ સુધી જોવા મળશે વાવાઝોડાની અસર, મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, અસંખ્ય વૃક્ષો-વીજપોલ ધરાશાયી
94 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરીને અસ્થાયી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા
NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે
વાવાઝોડું આગામી 4 કલાકમાં લેન્ડ ક્રોસ થઈ જશે.150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
Cyclone Biparjoy નું લાઈવ ટ્રેકિંગ
રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત: સહાય માટે આ નંબરો પર સંપર્ક કરો
10:55 PM Update
વાવાઝોડું બિપરજોયની અસર આવતીકાલે પણ ઘણા જિલ્લાઓમાં જોવા મળશે. કાલે પણ ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. સુરક્ષાને ધ્યાને રાખી કાલે મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.
10:50 PM Update
વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, જખૌથી 20 કિમી દૂર બિપરજોય
વાવાઝોડું બિપરજોયની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. વાવાઝોડું હજુ પણ જખૌથી 20 કિલોમીટર દૂર છે. હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક મકાનોને પણ નુકશાન થયું છે.
10:35 PM Update
- વાવાઝોડાની આંખનો ભાગ જખૌમાં લેન્ડ
- જખૌથી વાવાઝોડું 20 કિમી દુર : હવામાન વિભાગ
- મોડાસા-નડિયાદ હાઈવે પર વૃક્ષો ધરાશાઈ
- અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ
- અંબાજી, દાતામાં ધોધમાર વરસાદ
- બાયડમાં અરજણવાવા શીતકેન્દ્ર નજીક વૃક્ષ ધરાશાઈ
- સલામતીના ભાગરૂપે ભુજ શહેર અને ગ્રામ્યમાં પેટ્રોલ બંધ કરાયા
10:15 PM Update
- વાવાઝોડાની આંખનો ભાગ જખૌમાં લેન્ડ
- જખૌ વિસ્તારમાં બિપરજોયનું લેન્ડફોલ શરૂ
- મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા થતી રહેશે
- આવતીકાલે પણ રાજ્યમાં વરસાદની શક્યતા
09:45 PM Update
બિપરજોય વાવાઝોડા વચ્ચે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 149 જિલ્લાઓમાં વરસાદ
વાવાઝોડા બિપરજોયના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થયા બાદ રાજ્યભરના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જ્યારે હાલ મળતા અહેવાલો મુજબ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 149 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. આજે ભુજમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે, તો જામજોધપુરમાં પણ 3 ઈંચ, જ્યારે થરાદ, રાધનપુર, ગાંધીધામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન વાવાઝોડાની સૌથી વધુ અસર મોરબીમાં જોવા મળી રહી છે, ત્યારે અહીં 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
09:15 PM Update
- બાયડમાં ભારે પવન સાથે વરસાદ
- દરિયાઈ વિસ્તારોમાં 118 વૃક્ષો ધરાશાઈ
- કચ્છમાં 7 પશુઓના મોત
- મુંદ્રા, નખત્રાણામાં અનેક ઠેકાણે વીજપોલ, વૃક્ષો ધરાશાઈ
09:00 PM Update
- મોડી રાત્રે લેન્ડફોલની પ્રક્રિયા પુરી થશે : મનોરમા મોહંતી
- વાવાઝોડુ ટકરાયા બાદ હજૂ 4 કલાક સુધી રહેશે વધુ અસર, આગામી 8 કલાક કચ્છ માટે ભારે
- દ્વારકા શહેરમાં અંધારપટ્ટ છવાયો, 700 વીજપોલ ધરાશાયી
- બિપોરજોય વાવાઝોડાની અસર દરમિયાન ઓખા પોર્ટ યાર્ડમાં કોલસાના જથ્થામાં ભીષણ આગ લાગી
- જામનગર શહેર અને જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ : સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધીમાં જામજોધપુરમાં સૌથી વધુ વરસાદ 68 મિમી નોંધાયો છે જ્યારે જામનગરમાં 6 મીમી, કાલાવડમાં 49 મીમી, જોડીયામાં 15 મીમી, ધ્રોલમાં 29 મિમી અને લાલપુર 22 મિમી વરસાદ નોંધાયો...
08:35 PM Update
વાવાઝોડું ટકરાતા જ જુઓ કેવા થયા હાલ?
- ભાવનગરમાં વાવાઝોડાએ બે માણસનો ભોગ લીધો છે. પશુઓને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા હોવાની માહિતી મળી રહી છે.
- કચ્છમાં આજે મોડી રાતે અતિભારે વરસાદની આગાહી
- જ્યારે ઉત્તર ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
- આવતીકાલે સાંજ સુધી પવનની ગતિ સામાન્ય થવાની શક્યતા
- વાવાઝોડું જખૌ પોર્ટથી 30 કિમી, કચ્છના નલિયાથી 70 કિમી, દ્વારકાથી 110 કિમી દૂર છે.
- જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
- અનેક ઠેકાણે મોબાઈલના ટાવર ધરાશાયી
- તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા
- કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવન
- માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો
- પોરબંદરમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ
- દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાના શરૂ
- પવનની ગતિ અને તીવ્રતામાં ભારે વધારો
- સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ
- જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી
08:20 PM Update
અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની પરિસ્થિતિને કારણે નિર્ણય લેવાયો છે.
07:35 PM Update
CMએ સ્થિતિની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સતત હવામાન વિભાગના અધિકારીઓ પાસેથી વાવાઝોડાં અંગે માહિતી મેળવી રહ્યા છે.
07:30 PM Update
અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. અમદાવાદ એરપોર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
07:25 PM Update
અમરેલીમાં 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા
વાવાઝોડું ટકારાતાં જ અમરેલીના રાજુલામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સાથે જ 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા અને મકાનોને ભારે નુકસાન થયું છે.
07:15 PM Update
મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થશે તેવી સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઇ ગઈ છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
07:10 PM Update
જાણી લો બિપરજોય કેટલું દૂર?
જખૌ પોર્ટથી | 50 કિમી દૂર |
કચ્છના નલિયાથી | 100 કિમી દૂર |
દ્વારકાથી | 130 કિમી દૂર |
07:00 PM Update
આગામી 4 કલાકમાં લેન્ડ ક્રોસ થઈ જશે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કરાંચી માંડવી વચ્ચે આગળ વધી રહ્યું છે.
06:43 PM Update
વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ... 6થી 7 કલાક અસર રહેશે... મધરાત્રિનો સમય અતિભારે
06:40 PM Update
- સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ ધબધબાટી શરૂ
- દ્વારકા પાસે અલખ હોટેલનો શેડ ઉડ્યો
- મોરબીના કારખાનાના પતરા ઉડ્યા
- પોરબંદરમાં પ્રતિકલાક 60થી 70 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
- ગીર સોમનાથમાં ભારે વરસાદ
- દ્વારકા જિલ્લામાં હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો
- ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા
06:32 PM Update
ભારે પવન સાથે દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
06:27 PM Update
NDRFની ટીમ-6એ રૂપેણ બંદર ખાતે નીચાણવાળા વિસ્તારમાંથી 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા
06:25 PM Update
ભુજ, જામનગર, રાજકોટ એરપોર્ટ બંધ
વાવાઝોડાને કારણે ભુજ, જામનગર અને રાજકોટ એરપોર્ટ પર કામચલાઉ ધોરણે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરાઈ છે. જામનગર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ માત્ર ઇમરજન્સી ફ્લાઈટ્સ જ ઉડાવાશે. હાલ સંપૂર્ણ ધ્યાન બચાવકાર્ય પર અપાઈ રહ્યું છે. આ માટે પૂરતા ઇંધણની વ્યવસ્થા કરાઈ છે તેમજ એરપોર્ટ ઉપર કોઈ પણ પ્લેન પાર્ક કરવામાં આવ્યાં નથી. રાજકોટ એરપોર્ટ પર આજની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે ભુજ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે. જોકે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે.
06:15 PM Update
જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી
જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય બે દીવસમાં જિલ્લામાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. પરંતુ રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની કુલ 18 ટીમો કાર્યરત છે. અને તમામ વૃક્ષો ખસેડવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થવાના પરિણામે એક પણ રસ્તો બંધ નથી.
06:00 PM Update
સુરતમાં સુવાલીના દરિયામાં દેખાયો કરંટ... 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ
05:40 PM Update
ભાવનગર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ... ભારે પવન સાથે બપોરે અડધો ઇંચ વરસાદ... મહુવામાં 3 લોકો ઇજાગ્રસ્ત, અનેક લોકોના સ્થળાંતર
05:31 PM Update
દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ... પાણી નમો પથના વોક વે સુધી પહોંચ્યા... દમણ બીચ પર પ્રવેશતા તમામ રસ્તા કોર્ડન
05:29 PM Update
દ્વારકાના મીઠાપુરમાં વાવાઝોડાએ આવતા પહેલા તાકાત બતાવી ભારે પવનને કારણે ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો કર્મચારીઓમાં અફરા-તફરી જોવા મળી હતી. અમુકના માંડ જીવ બચ્યા હતા
05:25 PM Update
અમરેલીમાં 100 મકાનોના છાપરા ઊડ્યા
વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે.
05:05 PM Update
બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી 80 કિમી દુર
04:55 PM Update
ખૂબ જ સિવિયર સાયક્લોન : દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત
કોસ્ટગાર્ડ રિજીયત નોર્થ વેસ્ટના કમાન્ડન્ટ ઈન્સ્પેક્ટર જનરલ અમિત કુમાર હાર્બોલાએ કહ્યું કે, બિપરજોય વાવાઝોડું ખૂબ જ સિવિયર સાક્લોન છે. તેમણે કહ્યું કે, ૬ જુનથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. અમે એ જ સમયથી અમારા એર ક્રાફ્ટ અને શીપ સક્રિય કર્યા હતા. માછીમારોને પણ તાત્કાલિક સજાગ કરાયા હતા. અમે સ્ટેક હોલ્ડર, પોર્ટ, મરીન પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. ગઈકાલ સુધીમાં 39 શીપ પરત લાવવાની કાર્યવાહી કરાઈ છે. અલગ જગ્યા પર 8 સ્ટેશનમાં 15 જહાજ, 7 એર ક્રાફ્ટ, 4 ડોર્નિયર અને 3 હેલીકોપ્ટર એલર્ટ પર રાખ્યા છે. ગઈકાલે 3 જહાજ દરિયામાં જોવા મળ્યા હતા. એમાં એન્જીનનો પ્રોબ્લેમ હતો અને પછી તે સાઉથ દિશામાં જતું રહ્યું છે. 6 વખત અમે માછીમારો સાથે સંવાદ કર્યો છે. ઓઈલ હેન્ડલીંગ એજન્સી સાથે પણ અમે સંવાદ કર્યો છે. 12 તારીખે અમે 26 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને બીજા દિવસે સુનિલ દત્ત અને સૌરવ નામના બે કેપ્ટનની મદદથી બીજા 24 એમ કુલ 50 લોકોને બચાવ્યા છે. પૂર આવે અને જરૂર પડે તે માટે 53 ઓન બોર્ડ એન્જીન, 1 હજાર લાઈફ જેકેટ તૈયાર રાખ્યા છે. જખૌ, ઓખા, મુંદ્રા, વાદીનાર ખાતે પણ અમારી ટીમ સ્ટેન્ડ બાય રાખી છે.
04:50 PM Update
4 તાલુકામાં બસોનો વાહન વ્યવહાર બંધ
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા 46 એસ.ટી. બસ સ્થળાંતર માટે ફાળવવામાં આવી છે. 4 તાલુકા (લખપત, અબડાસા, માંડવી, નખત્રાણા)માં બસોનો વાહન વ્યવહાર તા.16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ કરેલ છે.
03:10 PM Update
મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ ધરાશાયી થયો
દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો હતો. NDRFની ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
2:44 PM Update
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
02:20 PM Update
મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમીક્ષા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક દરમિયાન વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અને પૂર્વાનુમાન ઉપરાંત તંત્ર દ્વારા નાગરિકોના સ્થાળાંતર, વીજ અને પાણી પૂરવઠો, સંદેશાવ્યવહાર, વન્યજીવોની સુરક્ષા જેવી પહેલાથી કરાયેલી તૈયારીઓની વિગતો મેળવીને તેના પર જરૂરી ચર્ચા વિચારણાં બાદ સૂચનો કરાયા હતા.
01:55 PM Update
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ વાવાઝોડાંને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાંના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે. અંબાલાલના મતે જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહયું છે તે જોતા રાત્રે કચ્છમાં વાવાઝોડુ લેન્ડફોલ કરશે. વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ કરતા દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ નુકસાન કરી શકે છે. આ વિસ્તારમાં 12 બફર્સની માત્રામાં પવન ફૂંકાશે અને અતિથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.
01:45 AM Update
જામનગરમાં 95 વૃક્ષ, 1104 વીજળીના થાંભલા, 28 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત
જામનગરમાં 5 દિવસ દરમિયાન 95 થી વધુ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર રવિવારથી જોવા મળી હતી, અને બન્ને જિલ્લાના 734 ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવન ને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. 382 ગામમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો છે, જ્યારે 352 ગામોમાં સમારકામ ની પ્રક્રિયા ચાલી રહી છે. 5 દિવસ દરમિયાન કુલ 1104 વીજ થાંભલાઓ પડી ગયા હતા, જ્યારે 28 વિજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થયા છે જેના કારણે 2 કરોડ 18 લાખની નુકસાની થઈ છે.
01:30 PM Update
અત્યાર સુધીમાં 94000 લોકોનું સ્થળાંતર
માહિતી અનુસાર અત્યાર સુધીમાં કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ કચ્છમાંથી 46823 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
12:50 PM Update
અમદાવાદ પોલીસની મોટી જાહેરાત
અમદાવાદ પોલીસની જાહેરાત અનુસાર જો શહેરમાં વધુ વરસાદ પડશે તો વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાશે. સ્થાનિકોને અંડરબ્રિજનો ઉપયોગ ન કરવા પોલીસે સૂચના આપી છે.
12:45 PM Update
પાટણમાં શાળા-કોલેજો રહેશે બંધ
પાટણ જિલ્લામાં શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં 15 થી 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે.
12:20 PM Update
આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની અનુસાર, સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.
12:00 PM Update
વાવાઝોડાંનાં લેન્ડફોલમાં વિલંબ થવાની શક્યતા
વાવાઝોડાના લેન્ડફોલમાં વિલંબ થઈ શકે છે. તે સાંજે કે પછી મોડી રાતે લેન્ડફોલ કરશે તેવી શક્યતા છે. વાવાઝોડું રાત્રે 8-30 થી 9 વાગ્યા વચ્ચે ટકરાઈ શકે છે. પવનની ઝડપ 115થી 125 પ્રતિકલાક રહી શકે છે. વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાશે.
અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ.
11:40 AM Update
જામનગરના કાલાવાડમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
11:19 AM Update
બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાને ધ્યાનમાં રાખી આગામી 16 અને 17 જૂને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.
11:15 AM Update
કંડલા બંદરે વાવાઝોડાંની ગંભીર અસર જોવા મળી રહી છે. અહીં 80 કિ.મી.કલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
11:11 AM Update
બિપરજોય વાવાઝોડાંની દહેશતના પગલે જામનગરના એસ.ટી ડેપો.થી ઉપડતી 54 બસના રૂટ કેન્સલ
જામનગર ના એસટી વિભાગ દ્વારા પણ વાવાઝોડાની સંભાવના ના પગલે આજે જામનગર થી ઉપડતી 54 બસના રૂટો કેન્સલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે તમામ બસને એસટી ડેપોમાં સુરક્ષિત કરીને રાખી દેવામાં આવી છે. જેથી આજે એસટી બસ ડેપોખાલીખમ નજરે પડી રહ્યો છે.
મુખ્યમંત્રી ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ પહોંચી ગયા છે. ગાંધીનગરમાં વાવઝોડાંને લઈને એક સમીક્ષા બેઠક યોજાવાની છે. તેમાં મુખ્યમંત્રી પણ સામેલ થશે.
બિપરજોય વાવાઝોડાને લાઈવ ટ્રેક કરવા માટે Click here .......
બિપરજોય વાવાઝોડાની સુલતાન અયનાદી દ્વારા અંતરિક્ષમાંથી લેવાયેલી તસવીરો જુઓ...
અરબ દેશના સૌથી લાંબા સ્પેસ મિશન પર ગયેલા એસ્ટ્રોનોટ સુલતાન અયનાદીએ અંતરિક્ષમાંથી લીધેલી બિપરજોય વાવાઝોડાની આ તસવીરો તમને પણ ભયભીત કરી દેશે.
09:10 AM Update
કચ્છમાં વધુ બે દિવસ શાળાઓ રહેશે બંધ
વાવાઝોડાં બિપરજોયને પગલે કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 17 જૂન સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Biparjoy વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું? તેની તાકાત કેટલી છે? આવા જ દરેક સવાલોના જવાબ આ રહ્યાં ...વાંચવા માટે Click here
09:00 AM Update
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાજેતરના અહેવાલ અનુસાર વાવાઝોડું હવે જખૌ પોર્ટથી ફક્ત 180 કિ.મી. દૂર રહી ગયું છે અને તે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેની સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
08 :10 AM Update
કયા કયા રાજ્યોમાં દેખાઈ રહી છે અસર
દરિયાકાંઠે ટકરાયા બાદ આગામી 4-5 દિવસો સુધી આ વાવાઝોડાનું પવન 30-40 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધશે. તેનાથી દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને પ.યુપીના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. એક અહેવાલ અનુસાર 18 જૂનથી દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાના પવનની અસર દેખાવા લાગશે.
Biparjoy Effect | મહારાષ્ટ્ર, ગુજરાત જ નહીં દિલ્હી, હરિયાણા સહિત આ રાજ્યોમાં પણ દેખાશે અસર ... વધુ અહેવાલ વાંચવા Click here
હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગના અહેવાલ અનુસાર આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છ તથા માંડવીની વચ્ચે આવેલા જખૌના પોર્ટથી સાંજે 5 વાગ્યે ટકરાઈ શકે છે. ત્યારબાદ તે કરાંચી તરફ ફંટાઇ શકે છે. તંત્ર દ્વારા આ મામલે તૈયારીઓ કરી લેવામાં આવી છે.