Get The App

Biparjoy Cyclone: રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત: સહાય માટે આ નંબરો પર સંપર્ક કરો

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે

Updated: Jun 13th, 2023

GS TEAM


Google News
Google News
Biparjoy Cyclone: રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત: સહાય માટે આ નંબરો પર સંપર્ક કરો 1 - image

ગાંધીનગરઃ ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત Biparjoy Cyclone સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077  લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કચ્છ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મોરબી ખાતેથી મંત્રી કનુભાઈ દેસાઈ, રાજકોટ ખાતેથી મંત્રી રાઘવજી પટેલ તેમજ પોરબંદર ખાતેથી મંત્રી કુંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અત્યાર સુધીમાં 20588 લોકોનું સ્થળાંતર કરાયું
અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે 3 અને ગાંધીનગર ખાતે 1 ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે. 

રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે

1. અમદાવાદ - 079-27560511

2. અમરેલી - 02792-230735

3. આણંદ - 02692-243222

4. અરવલ્લી - 02774-250221

5. બનાસકાંઠા - 02742-250627

6. ભરૂચ - 02642-242300

7. ભાવનગર - 0278-2521554/55

8. બોટાદ - 02849-271340/41

9. છોટાઉદેપુર - 02669-233012/21

10. દાહોદ - 02673-239123

11. ડાંગ - 02631-220347

12. દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084

13. ગાંધીનગર - 079-23256639

14. ગીર સોમનાથ - 02876-240063

15. જામનગર - 0288-2553404

16. જૂનાગઢ - 0285-2633446/2633448

17. ખેડા - 0268-2553356

18. કચ્છ - 02832-250923

19. મહીસાગર - 02674-252300

20. મહેસાણા - 02762-222220/222299

21. મોરબી - 02822-243300

22. નર્મદા - 02640-224001

23. નવસારી - 02637-259401

24. પંચમહાલ - 02672-242536

25. પાટણ - 02766-224830

26. પોરબંદર - 0286-2220800/801

27. રાજકોટ - 0281-2471573

28. સાબરકાંઠા - 02772-249039

29. સુરેન્દ્રનગર - 02752-283400

30. સુરત - 0261-2663200

31. તાપી - 02626-224460

32. વડોદરા - 0265-2427592

33. વલસાડ - 02632-243238



Tags :