For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાનમેર નજીક ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડરમાં અથડાઇ, ચાલકનું મોત

Updated: Apr 27th, 2024

કાનમેર નજીક ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડરમાં અથડાઇ, ચાલકનું મોત

પાલનપુરના બે ભાઈઓ કબરાઉ દર્શન કરી પરત જતા હતા ત્યારે બન્યો બનાવ

ગાંધીધામ: રાપર તાલુકાના કાનમેર નજીક આવેલા રહાડી પાટીયા પાસે આગળ જતી કારને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડરમાં અથડાઇ પલટી મારી જતા ગંભીર ઈજાઓના કારણે ચાલકનું મોત થયું હતું.

બનાસકાંઠાના પાલનપુરના જુના લક્ષ્મીપુરા ગામના કિરણભાઈ કાંતિભાઈ કણેચીયા (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે અને કાકાનો દીકરો  પિયૂષકુમાર મોહનભાઈ કણેચીયા સ્કોડા કાર નં. જીજે ૦૮ આર ૩૭૦૨ લઈને  કબરાઉ મોગલધામ દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત જતા હતા ત્યારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં ગાગોદરથી થોડે દૂર રહાડી પાટીયા પાસે કારની આગળ એક ટ્રક જતી હોઈ ઓવરટેક કરવા માટે આગળ લેતા ટ્રક ચાલકે ડાબી બાજુ ટ્રક વાળતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ગાડી રોડની બાજુમાં ડીવાઈડર માટે મુકેલા સિમેન્ટના મોટા બ્લોક સાથે અથડાઈ અને પલટી મારી જતા ગાડીમાં સવાર બંને ભાઈઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ચાલક પિયૂષભાઈ ગાડીમાં જ બેહોશ થઈ ગયા, આસપાસના લોકો પહોંચી આવ્યા અને કારના બન્ને દરવાજા ખુલી શકે તેમ ન હોવાથી આગળના કાચમાંથી બન્નેને બહાર કાઢી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ૨૮ વષય પિયુષભાઈને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ફરિયાદી કિરણભાઈને ઈજાઓ થઈ હતી.  જે અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 


Gujarat