Kutch

મુસાફરો ધ્યાન આપો: રેલવે લાઇનના કામને લઈને કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેએ કચ્છ-મુંબઈ વચ્ચેની ટ્રેનોને અસર કરતી મહત્ત્વની જાહેરાત કરી છે. સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ અને સિગ્નલિંગ કામગીરીને કારણે જુલાઈ અને ઑગસ્ટ 2026માં અનેક ટ્રેનો રદ કરાઈ છે. 09415/16 ગાંધીધામ–ભુજ, 12965/66 બાંદ્રા–ભુજ અને 12959/60 બાંદ્રા–ભુજ એક્સપ્રેસ સંપૂર્ણ રદ રહેશે. 22903/04 મુંબઈ–ભુજ AC સુપરફાસ્ટ ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે. મુસાફરોને SMS દ્વારા જાણ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસાફરો ધ્યાન આપો: રેલવે લાઇનના કામને લઈને કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

Kutch-Mumbai Trains: પશ્ચિમ રેલવે દ્વારા કચ્છ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતાં હજારો યાત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ (ચાર લાઇન) કરવાની કામગીરી તેમજ આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમનું કામ હાથ ધરવાનું હોવાથી આગામી દિવસોમાં આ રૂટની કેટલીક ટ્રેનોના સંચાલનને વ્યાપક અસર થશે. અનેક ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનો અડધે સુધી જ દોડશે.

આ ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ રહેશે

રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ નીચે મુજબની ટ્રેનો નિર્ધારિત તારીખ પર દોડશે નહીં.

•09415 ગાંધીધામ–ભુજ એક્સપ્રેસ: 23મી જુલાઈ અને 30મી જુલાઈ 2026ના રોજ રદ્દ.
•09416 ભુજ–ગાંધીધામ એક્સપ્રેસ: 23મી જુલાઈ અને 30મી જુલાઈ 2026ના રોજ રદ્દ.
•12965 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ: 28મી જુલાઈ અને ચોથી ઑગસ્ટ 2026ના રોજ રદ્દ.
•12966 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ: 24મી જુલાઈ અને 31મી જુલાઈ 2026ના રોજ રદ્દ.
•12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ: 25મી જુલાઈ અને પહેલી ઑગસ્ટ 2026ના રોજ રદ્દ.
•12960 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ: 27મી જુલાઈ અને ત્રીજી ઑગસ્ટ 2026ના રોજ રદ્દ.

કેટલીક ટ્રેનો માત્ર અમદાવાદ સુધી જ દોડશે

કચ્છના મુસાફરો માટેની મહત્ત્વની એસી સુપરફાસ્ટ ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે.

•22903 મુંબઈ–અમદાવાદ–ભુજ AC સુપરફાસ્ટ: 21મી જુલાઈ અને બીજી ઑગસ્ટ 2026ના રોજ આ ટ્રેન માત્ર મુંબઈથી અમદાવાદ સુધી જ દોડશે (અમદાવાદથી ભુજ વચ્ચેનો રૂટ રદ્દ રહેશે).
•22904 ભુજ–અમદાવાદ–મુંબઈ AC સુપરફાસ્ટ: પહેલી ઑગસ્ટ અને ત્રીજી ઑગસ્ટ 2026ના રોજ આ ટ્રેન ભુજથી ઉપડવાને બદલે અમદાવાદથી મુંબઈ સુધી જ દોડશે (ભુજથી અમદાવાદ વચ્ચેનો પ્રવાસ રદ્દ રહેશે).

મુસાફરોને SMS દ્વારા કરાશે જાણ, સ્ટેટસ ચેક કરવા સલાહ

પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તેમની આરક્ષિત (Reserved) ટિકિટ સાથે લિંક થયેલા મોબાઇલ નંબર પર એસએમએસ (SMS) દ્વારા માહિતી મોકલવાની વ્યવસ્થા કરી છે. તેમ છતાં, મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલાં પોતાના ટ્રેન નંબર અને તારીખ મુજબ ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES એપ પર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે.