For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંજારના ભીમાસરની ૧૫૦ વર્ષ જૂની પરંપરા ધૂળેટીએ ગ્રામજનોની બેઠક, લોકહિતની ચર્ચા

Updated: Apr 29th, 2024

અંજારના ભીમાસરની ૧૫૦ વર્ષ જૂની પરંપરા ધૂળેટીએ ગ્રામજનોની બેઠક, લોકહિતની ચર્ચાગાંધીધામ, તા. ૨૮

અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામમાં ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે બેઠક યોજાઈ હતી, જેમાં ગામની ગૌશાળા તાથા અન્ય સૃથાનિક કામો સહિતના વિષયે ચર્ચા કરવામાં આવી હતી. આ ગામમાં ધૂળેટીએ ગ્રામજનોની બેઠક યોજવાની પરંપરા ૧૫૦ વર્ષાથી ચાલતી આવે છે. આ મીટિંગમાં લોકહીતની ચર્ચા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસિૃથતિમાં મળેલી આ બેઠક્માં ગૌશાળાના હિસાબોનું વાંચન થયું હતું. આ વર્ષ રૃ. ૨,૪૭,૫૩,૭૮૧ની આવક સામે ૫૯,૪૦,૯૪૪ની જાવક થઈ હતી. ચાલુ વર્ષે ૧,૮૮,૧૨,૮૩૭ની બચત થઈ હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગામની ભીમાસર-ચકાસર ગૌશાળા ટ્રસ્ટને તા. ૧૩-૩-૨૩થી તા. ૧૮-૩-૨૪ સુાધી સબસિડીપેટે આપેલા નાણાં બદલ આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. ગ્રામજનોના સહકારાથી ગૌશાળામાં રૃ. ૭,૧૯,૩૬,૬૬૯ની બચત થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સૃથાનિક આગેવાન મનજીભાઈ આહિરે જણાવ્યું કે, ગામમાં ધૂળેટીએ ગ્રામજનોની મીટિંગ યોજવાની પરંપરા ૧૫૦ વર્ષ જુની છે. એ સમય એવો હતો કે જ્યારે કચ્છમાં ઓછો વરસાદ થતો હતો. ધૂળેટીના સમયગાળામાં ખેતીની સિઝન ન હોવાથી  અને ઉનાળાનો આરંભ થતો હોવાથી ગ્રામજનોની બેઠક યોજવામાં આવતી હતી. આ મીટિંગમાં ગ્રામજનો ગૌસેવા માટે વાર્ષિક ફાળો (ફાળાની રકમ વર્ષ દરમિયાન તબક્કાવાર ચૂકવવાની) નોંધાવતાં હતાં. મુખ્યત્વે બહુમૂલ્ય ગૌ-ધનને ઉનાળામાં બચાવવા માટે લોકફાળો એકત્ર કરવાનો હેતુ રહેતો હતો. ૧૫૦ વર્ષ જુની મીટિંગની પરંપરા સાથે જ ગામમાં આવેલી ગૌશાળામાં હાલમાં પણ અંદાજે ૧૦૦૦ પશુનું પાલનપોષણ થાય છે અને આખા વર્ષ દરમિયાન લીલા ચારાનું નિરણ અપાય છે.

૧૫૦ વર્ષ જુની પરંપરા અંતર્ગત સમય સાથે બદલાવ એ થયો છે કે, ગ્રામજનો ધૂળેટીના દિવસે યોજાતી મીટિંગમાં ગૌસેવા ઉપરાંત સામાજીક સુાધારા, સમુહલગ્ન કે અન્ય આવશ્યક લોકહીતની ચર્ચા પણ કરવામાં આવે છે. ભીમાસર (ચકાસર) ગામના વડીલોએ ગૌસેવા કાજે આરંભેલી આ પરંપરા સામાજીક હીતનો પણ સેવાસેતુ બની ચૂકી છે.

Gujarat