For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છના ધો.૧૦-૧૨ના ૧૮૦૧૧ રીપીટર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

- તા.૧૫ થી ૨૮ જુલાઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષાઓ

- કચ્છમાં ધોરણ ૧૦ના ૧૨૭૮૯ અને ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના ૩૧૪ અને સામાન્ય પ્રવાહના ૪૯૦૩ વિધાર્થીઓ થઇ ૧૮૦૧૧ રિપીટર પરીક્ષાર્થીઓ

Updated: Jul 8th, 2021

Article Content Imageભુજ, બુધવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૫મી જુલાઇ થી ૨૮મી જુલાઇ-૨૦૨૧ સુાધી ધોરણ ૧૦ના રીપીટર અને ખાનગી વિાધાર્થી અને ધોરણ ૧૨ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના રીપીટર અને ખાનગી વિાધાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસૃથાને ગાંધીનગરાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમાથી કલેકટરશ્રી અને જિલ્લા સૃથાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ પ્રવિણા ડી.કે.ની ઉપસિૃથતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

બોર્ડની જાહેર પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ધોરણ ૧૦ ના રીપીટર, ખાનગી, પૃથૃથક, ખાનગી રીપીટર થઇ કુલે ૧૨૭૮૯ વિાધાર્થીઓ પરીક્ષા આપશે જયારે ધોરણ ૧૨ના રીપીટર અને ખાનગી વિાધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના ૩૧૪ અને સામાન્ય પ્રવાહના ૪૯૦૩ થઇ કુલ ૧૮૦૧૧ વિાધાર્થીઓ કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ પરીક્ષા આપશે.

શિક્ષણમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, પરીક્ષાની ગંભીરતાને ધ્યાને લઇ કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે આ પરીક્ષા સંયુકત સંકલન અને આયોજનપૂર્વક સારી રીતે પૂર્ણ થાય તે જોવાની સંકળાયેલા તમામે જવાબદારી નિભાવવાની રહેશે. 

કલેકટર અને જિલ્લા સૃથાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષા  પ્રવિણા ડી.કે. દ્વારા ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ખાતે યોજાનાર એસ.એસ.સી.ની અને ભુજ ખાતે યોજાનાર એચ.એસ.સી.ની પરીક્ષાની વિગતે છણાવટ કરાઇ હતી.તેમણે આરોગ્ય અિધકારી ડો.જનક માઢકને કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે તમામ વ્યવસૃથા પરીક્ષા કેન્દ્ર ખાતે કરવા તેમજ જરૃર પડે પરીક્ષાર્થીઓ માટે અલગ રૃમની વ્યવસૃથા કરવા જણાવ્યું હતું.

એસ.ટી.નિયામકને પરીક્ષાર્થીઓને ૧ કલાક પહેલાં પરીક્ષા સૃથળે પહોંચે તે રીતે વ્યવસૃથા કરવા તેમજ ભુજ, ગાંધીધામ અને નખત્રાણા ખાતેનું સંકલન કરવા જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ ડી.વાય.એસ.પી. જે.એન.પંચાલને કોવીડ-૧૯ પ્રમાણે કાયદો વ્યવસૃથા જળાવવા સૂચન કર્યુ હતું તેમજ કોઇ ગેરરીતિના ન થાય તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.

પી.જી.વી.સી.એલ.ના અિધકારીને પણ તેમણે આ સમયે વીજપ્રવાહના સાતત્ય અંગે વ્યવસૃથા બાબતે ચકાસણી કરવા જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાિધકારી બી.એમ.પ્રજાપતિ આ તમે તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા ખંડની ચકાસણી અને વ્યવસૃથા બાબતે ચકાસણી કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એસ.એસ.સી. ની પરીક્ષા ૧૫ થી ૨૭ જુલાઇ અને એચ.એસ.સી.ની પરીક્ષા ૧૫ થી ૨૮ જુલાઇ સુાધી યોજાશે. જિલ્લા શિક્ષણાિધકારીની કચેરી,ભુજ દ્વારા જિલ્લા કક્ષાનો પરીક્ષા કન્ટ્રોલરૃમ તા.૧૦/૭/૨૧થી સવારે ૭ થી રાત્રિના ૮ વાગ્યા સુાધી કાર્યરત કરાશે તે વિશે પણ માહિતગાર થયા હતા. જિલ્લાના પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાઓને સાંભળી આ કન્ટ્રોલરૃમાથી માર્ગદર્શન અપાશે. જેના નંબર ૦૨૮૩૨-૨૫૦૧૫૬ છે. 

Gujarat