વાદળોમાં પેસ્ટિસાઇડ પ્રદૂષણ : પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ચિંતાજનક સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : આધુનિક કૃષિ પ્રણાલીમાં પેસ્ટિસાઇડ્સ અને રસાયણોના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ, જળસ્રોતો, આબોહવાચક્ર અને માનવ આરોગ્ય પર ગંભીર ખતરાઓ ઊભાં થયાં છે. વાયુમંડળમાં લાંબા અંતરના પરિવહનથી આ ઝેરી પદાર્થો હવે દૂરના વિસ્તારો, વાદળો અને વરસાદનાં પાણી સુધી પહોંચી ગયાં છે, જે માનવજીવન માટે અદ્રશ્ય પણ ઘેરું જોખમ ઊભું કરે છે.
તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે વાદળોમાં પણ પેસ્ટિસાઇડ્સનું પ્રદૂષણ હાજર છે, જે કૃષિથી દૂર રહેલ વિસ્તારોને પણ દૂષિત બનાવી શકે છે. આ પરિસ્થિતિ માત્ર પર્યાવરણીય ચેતવણી નથી, પણ આવતી પેઢીની આરોગ્ય સુરક્ષા માટે એક ગંભીર વૈશ્વિક એલાર્મ છે.
પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે જંતુનાશક દવાઓ દ્વારા ફેલાતું વાયુ પ્રદૂષણ હવે વૈશ્વિક સ્તરે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે. કૃષિ ક્ષેત્રમાં જીવાતો અને રોગકારકોના નિયંત્રણ માટે વ્યાપક રીતે વપરાતા પેસ્ટિસાઇડ્સ લાંબા અંતરના વાયુમંડલીય પરિવહનથી વિશ્વના અનેક વિસ્તારો સુધી પહોંચે છે. તેઓ વાયુરૂપે, એરોઝોલ્સરૂપે તેમ જ તાજેતરના સંશોધન અનુસાર વાદળોમાં પણ તેના અવશેષો ફેલાઈ રહ્યાં છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
ફ્રાન્સના Angelica Bianco તથા તેમની ટીમ કે જેમાં ફ્રાન્સ તથા ઇટાલિયન સંશોધકોનો પણ સમાવેશ થાય છે તેમણે Puy de Dôme Observatory ખાતે આ અંગે વિસ્તૃત અભ્યાસ હાથ ઘર્યો હતો. જેનો અહેવાલ 8-સપ્ટેમ્બર-2025 ના રોજ પ્રકાશિત થયો છે.
આ અભ્યાસમાં વાદળજળના નમૂનાઓમાં કુલ 32 પ્રકારના પેસ્ટિસાઇડ્સ શોધાયા હતા. તેમની કુલ માત્રા 0.001 મિલીગ્રામ/લિટરની આસપાસ નોંધાઈ છે. વાદળોમાં આ જંતુનાશક દવાઓનો ફેલાવો મોટાભાગે આસપાસના તેમ જ લાંબા અંતરના વાયુમંડલીય પરિવહનથી થયેલો જણાયો છે. વાદળોમાં પ્રસરેલા આ અવશેષોમાં કેટલાક એવાં રસાયણો પણ સામેલ હતાં કે જે અત્યારે ફ્રાન્સમાં કૃષિ માટે પ્રતિબંધિત છે.
આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે માપેલા નમૂનાઓમાંથી અડધાથી વધુ નમૂનાઓમાં પેસ્ટિસાઇડ્સની કુલ માત્રા 0.005 મિલીગ્રામ/લિટર કરતાં વધુ હતી.
મહ•વની વાત એ છે કે પ્રકાશરાસાયણિક પ્રતિક્રિયાથી ઉત્પન્ન થતા અવશેષ 2, 4-dinitrophenol ને ગણતરીમાં ન લઈએ તો પણ બે નમૂનાઓમાં કુલ માત્રા 0.005 મિલીગ્રામ/લિટર કરતાં વધુ રહી.
આ તારણો સૂચવે છે કે વરસાદના પાણીમાં વારંવાર પેસ્ટિસાઇડ્સ જોવા મળવાનું એક મોટું કારણ વાદળોમાં તેમની હાજરી હોઈ શકે છે, જે પછી વાયુમંડલીય ધોવાણ (atmospheric washout) દ્વારા જમીન પર પડે છે.
ફ્રાન્સના સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે ફ્રાન્સના આકાશમાં વાદળોમાં રહેલા પેસ્ટિસાઇડ્સની કુલ માત્રા 6.4 + 3.2 થી 139 + 75 ટન વચ્ચે છે. આ દર્શાવે છે કે વાદળજળમાં પેસ્ટિસાઇડ્સની માત્રા કેટલી ચિંતાજનક હદે પ્રસરી ગઈ છે. સ્વાભાવિક રીતે જ વાદળોમાં જ્યારે આટલા દૂષિત કે વિષયુક્ત પદાર્થો ભળી ગયા હોય ત્યારે તે વિસ્તારના કૃષિ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રો પર પણ તેની કેટલી દૂષિત અસરો થાય.
આ સંશોધન ફાન્સના સંદર્ભમાં છે એટલે તેમ માનવાની પણ કોઈ જરૂર નથી કે આ પ્રકારની સમસ્યા ભારત કે વિશ્વના અન્ય રાષ્ટ્રના આકાશીય વિસ્તારમાં નહીં હોય. ભારતને સંબંઘ છે ત્યાં સુધી કેટલાક અભ્યાસના આઘારે ચોક્કસ કહી શકાય કે આપણા દેશમાં પણ વઘતા-ઓછા પ્રમાણમાં આ સમસ્યા જોવા મળે છે. તેની વિસ્તૃત વિગતો અલગ લેખ દ્વારા આપવાનો પ્રયાસ કરાશે.
આ વધતા પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત જોખમો સામે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વૈજ્ઞાનિક, સુરક્ષિત અને શાશ્વત ઉકેલ તરીકે ઊભરી આવી છે. આ પદ્ધતિ જમીનની જૈવિક શક્તિ વધારીને પાકને સ્વાભાવિક રીતે રક્ષણ આપે છે, જેના કારણે રાસાયણિક પેસ્ટિસાઇડ્સની જરૂરિયાત પૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, સુંઠાસ્ત્ર અને ખાટી છાશ જેવા ૈહગૈયીર્હેજ ર્કસિેનર્ચૌહજ જીવાતો, ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગોના નિયંત્રણ માટે અત્યંત અસરકારક છે. આ પ્રકારના પ્રાકૃતિક જંતુનાશક ઔષધોનો ખેતીમાં ઉપયોગ કરવાને કારણે વાયુપ્રદૂષણ પ્રસરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતી અંતર્ગત મિશ્રપાકનો પ્રયોગ જ્યારે કરવામાં આવે ત્યારે પરોક્ષ રીતે આપોઆપ રોગ-જીવાત નિયંત્રણ થતું હોય છે. મિશ્રપાકમાં જુદાં જુદાં પાકો સાથે વાવવાથી કીટકોનું જીવનચક્ર અવરોઘાય છે, એક જ પ્રકારના છોડની સુગંધ અથવા પોષક ત•વો પર જીવાતો કેન્દ્રિત થઈ શકતી નથી અને તેનાથી જીવાત સંક્રમણ સ્વાભાવિક રીતે ઘટી જાય છે.
તુવેર, મગ, તલ, કપાસ સાથે ઉગાડેલ કેટલાક અન્ય છોડ પણ જીવાતોને દૂર પણ રાખે છે અને પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મિશ્ર વાવેતર મિત્ર સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે છે, જે જૈવવૈવિધ્ય વધારે છે. તેના કારણે જમીનનું આરોગ્ય પણ સુધરે છે. પ્રાકૃતિક અન્નશૃંખલાને મજબૂત બનાવે છે. આમ, પ્રાકૃતિક ખેતીના કારણે રોગ અને જીવાતોનો પ્રકોપ આપોઆપ ઓછો થાય છે. તેની સાથોસાથ પર્યાવરણ પણ જળવાય છે.
આ રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ રસાયણમુક્ત કૃષિની દિશા તો ચીંઘે જ છે તેની સાથે પરંતુ આવતી પેઢીની આરોગ્ય સુરક્ષા, હવા-પાણીની શુદ્ધિ અને જમીનની ફળદ્રુપતા જાળવીને ખેતીને વધુ ટકાઉ પણ બનાવે છે. એટલે રસાયણ આધારિત ખેતીના બદલે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે.
• પ્રો. ડો. સી. કે. ટિંબડિયા (કુલપતિ) • ડો. અલ્પેશ ભીમાણી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, હાલોલ




