Krushi Vishwa

‘ગોકૃપા અમૃતમ’ જમીનને ફળદ્રુપ બનાવશે, જાણો રીત

By GS Team
7 Jan 20264 mins read
TukuTouch Logo
હાલ આપણી ખેતીની દિશા એક નવા જ અઘ્યાય સાથે આગળ વધી રહી છે. સમયની માંગ સાથે રાસાયણિક ખેતીને રસ્તે ચડીને, પ્રમાણભાન ભૂલતા ખેડૂતોએ ફરી પાછા એ જ કુદરતનાં મૂળ રસ્તે, આપણાં વડવાઓએ ચીંધેલાં માર્ગે આગળ વધવાનું છે. સરકારનાં પણ પ્રયત્નો છે કે, ખેડૂત તેની આવક વધારી આત્મનિર્ભર બને.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ગોકૃપા અમૃતમ’ જમીનને ફળદ્રુપ બનાવશે, જાણો રીત

Agriculture News : હાલ આપણી ખેતીની દિશા એક નવા જ અઘ્યાય સાથે આગળ વધી રહી છે. સમયની માંગ સાથે રાસાયણિક ખેતીને રસ્તે ચડીને, પ્રમાણભાન ભૂલતા ખેડૂતોએ ફરી પાછા એ જ કુદરતનાં મૂળ રસ્તે, આપણાં વડવાઓએ ચીંધેલાં માર્ગે આગળ વધવાનું છે. સરકારનાં પણ પ્રયત્નો છે કે, ખેડૂત તેની આવક વધારી આત્મનિર્ભર બને. 

ખેતીમાં ખેડૂતને ઉચ્ચ ગુણવત્તાસભર, વધુ ઉત્પાદન પ્રાકૃતિક રીતે મળે, જણસી જંતુનાશક દવાનાં અવશેષરહિત હોય, સાથે-સાથે ખેડૂતની જમીનનું પણ જતન થતું હોય એ ખેડૂતો માટે એક આદર્શ સ્થિતિ છે. આ સ્થિતિને પામવા માટે કોઈ પણ ખેડૂતે પ્રયત્નો તો કરવા જ રહ્યાં. 

ગાય આધારિત ખેતી માટે વિવિધ પ્રાકૃતિક આયામોનો પ્રયોગ કરીને અનેક ખેડૂતો તેની ખેતીને એક ઉચ્ચ શિખરે પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું પંચગવ્ય (દૂધ, ઘી, છાશ, ગૌમૂત્ર, છાણ) એ ખૂબ મહત્ત્વનું સંયોજન અને આધાર કહી શકાય. 

‘ગોમયે વસતે લક્ષ્મી’અને ‘ગૌમૂત્રે ધન્વંતરી’આ બંને સૂત્રો યાદ રાખવાં જેવાં છે. સૃષ્ટિના અસંતુલિત થયેલા ચક્રને સંતુલિત કરવાની તાકાત ગોવંશના ગોબર અને મૂત્રમાં છે. ગાયનું ગોબર અને ગૌમૂત્ર એટલે, દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર જ સમજવું. ભેંસ કે વિદેશી ઢોરનું ગોબર અને ગૌમૂત્રમાં ગાય જેટલાં ગુણ અને અસરકારકતા ન જોવા મળે, જે અનેક રીતે સાબિત પણ થયેલું છે.

આપણાં શાસ્ત્રો કહે છે કે, ખૂંધવાળાં પ્રાણીઓમાં સૂર્યકેતુ નાડી હોય છે, જ્યારે ખૂંધ વગરનાં પ્રાણીઓ સૂર્યકેતુ નાડી ધરાવતાં નથી. ભારતનો ગોવંશ ખૂંધવાળો છે, જેથી તેમનું શરીર વિશેષ પ્રમાણમાં સૂર્યશક્તિ ગ્રહણ કરે છે. તેનાથી તેમના શરીરમાં સુવર્ણપિત્ત બને છે, જેનો અંશ તેનાં દૂધ, મૂત્ર તેમ જ છાણમાં ઊતરે છે અને એને વધુ ગુણકારી બનાવે છે. વિદેશી ગાયના દૂધ વગેરેમાં આ ગુણ હોતો નથી.

ખેડૂતો સૂચિત વિવિધ પ્રાકૃતિક ખેતીનાં આયામોનો પ્રયોગ કરતાં જ હોય છે અને મહેનતુ ખેડૂતો વિવિધ ખાતર અને જંતુનાશક બનાવવા, સમય કાઢીને અનેક ઔષધિઓ મેળવવા માટે કડાકૂટ કરતા હોય છે. આ ઔષધીઓ મેળવવા માટે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 

ઘણાં ખેડૂત આવી પળોજણમાં પડતાં નથી. ખેડૂત ઈચ્છે છે કે તે ઓછા સમય-ખર્ચ સાથે ટકાઉ ખેતી કરી, ઉત્તમ જણસીની સારી કિંમત પણ બજારમાંથી મેળવે. આ હેતુને ફળીભૂત કરવા, ‘ગોકૃપા અમૃતમ્‌દનો લાભ દરેક ખેડૂત મેળવી શકે છે. તેનો ઉપયોગ જમીન, પાક અને ખેડૂતો માટે ખરેખર, અમૃત સમાન લાભકારી છે. 

ખેતી માટે અમૃત ગોકૃપા

‘ગોકૃપા અમૃતમ્‌દ અને ગોબર સાથેનાં વિવિધ પ્રયોગો ખેડૂતોને જીવાત નિયંત્રણ, રોગ-નિયંત્રણ, ફૂગ નિવારણ, આપાતકાલીન કીટ નિયંત્રણ સાથે-સાથે આવક વધારવામા પણ મદદ કરે છે. તે જમીનમાં રહેલ ઝેરી દવાઓ અને ભારે ધાતુનાં અવશેષોનાં વિઘટનમાં પણ ઉપયોગી છે. સમગ્ર ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને છોડનાં સ્વાસ્થ્ય, ફળદ્રુપતામાં વધારો કરવામાં ગોકૃપા અમૃતમ્‌ ઉપયોગી છે. તેનાં ઉપયોગથી સેન્દ્રિય ખાતર ઉત્તમ ગુણવત્તાનું અને ઝડપથી બને છે. તેને વિવિધ બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવ્યું છે.

આ બેક્ટેરિયલ કલ્ચરમાં રોગકારક સૂક્ષ્મજંતુઓ નિયંત્રિત અવસ્થામાં રહે છે. એન. એ. બી. એલ. માન્ય  લેબોરેટરીમાં ખેતરે 3 વર્ષ સુધી કલ્ચર રાખ્યા પછી હાથ ધરાયેલા મેટાજેનોમિક ટેસ્ટમાં પણ પેથોજન નિયંત્રિત સ્વરૂપમાં 1 ટકો કરતા ઓછાં મળ્યાં છે. 

દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, છાશ અને દૂધ સાથે આ કલ્ચરનો વૈવિઘ્યપૂર્ણ ઉપયોગ કરી શકાય. તેનાં ઉપયોગથી મિત્ર જીવાણુ પ્રાકૃતિક માધ્યમથી નાઇટ્રોજન લઈને છોડ સુધી પહોંચાડે છે. લગભગ 5-7 દિવસમાં  છોડમાં પરિવર્તન જોવા મળે છે. આર્થિક રીતે આપણા ખેડૂતોને ગાય આધારિત ગોકૃપા અમૃતમથી ખેતી કરવાથી મોટો લાભ થશે.

ગોકૃપા અમૃતના અન્ય લાભ

• ધરતીમાં મિત્ર સૂક્ષ્મ કીટાણુ- જીવાણુનો સંચાર કરે છે. વનસ્પતિની રોગપ્રતિકારક શક્તિ અને ગુણવત્તામાં વધારો કરે છે.

• વનસ્પતિને સુપાચ્ય સ્વરૂપમાં પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે અને અળસિયાની વૃદ્ધિ કરે છે.

• ધરતીને વધારે મૃદુ બનાવે છે. ધરતી વરસાદનું પાણી વધારે પ્રમાણમાં શોષી લે છે. તેથી યોગ્ય સમયે ખેતીમાં પાણીની જરૂરિયાત ઓછી પડે છે. ધરતીમાં ભૂજળનું પ્રમાણ વધારે છે.

• ખેડૂત ઓછામાં ઓછા ખર્ચથી ગૌ-આધારિત ખેતી કરી શકે છે. જે બધા પ્રકારના પાકોમાં ઉપયોગી છે. 

• ગોકૃપા અમૃતમ્‌નો છંટકાવ કરવાથી તેમાં રહેલાં 8થી વધુ બેક્ટેરિયા કે જે પોતાના શરીરમાંથી એન્ઝાઇમ કે રસ છોડે છે. તેથી નકામા કીટક વનસ્પતિથી દૂર ભાગે છે.

ખેતીના દરેક તબક્કે કારગર

ગોકૃપા અમૃતમ્‌ને ખેતીકાર્યના વિવિધ તબક્કામાં આપી શકાય. વાવણી કરતા પહેલાં કે વાવણી સમયમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. બીજ સંસ્કાર, 15 દિવસના પાક ઉપર, ફ્‌લાવરીંગ સમયે ફળનાં તબકકે, કટિંગ વખતે આવા અનેક તબક્કામાં તેનો  ઉપયોગ કરી શકાય છે. તેની કોઈ આડઅસર નથી. 

ગોકૃપા  અમૃતમ્‌નો ઉપયોગ કરવા ઈચ્છતા ખેડૂત પહેલા તેના ઉપયોગની સરળ પરંતુ ચોક્કસ વિઘિ સમજી લે અને તેના પ્રોટોકોલ પ્રમાણે પોતાની જમીનના એક નાનકડા ભાગમાં પ્રયોગ કરી પરિણામ જાણ્યા બાદ તેનો ઘીમે ઘીમે વધુ વ્યાપક રીતે ઉપયોગ કરે. 

જેમ દહીંના મેળવણથી દહીં બનાવી શકો છો, તેવી રીતે આ ગોકૃપા અમૃતમ્‌ની બોટલમાંથી આ કલ્ચરને અનેકગણું કરી શકાય છે. તેનો ઉપયોગ પણ ખૂબ જ સરળતાથી કરી શકાય તેમ છે. ખેડૂત ઓછામાં ઓછા ખર્ચથી ગૌ-આધારિત ખેતી કરી શકે છે. જે બધા પ્રકારના પાકોમાં ઉપયોગી છે. 

ગોકૃપા અમૃતમ્‌ ભારતભરના ખેડૂતોને વિના મૂલ્યે આપવામાં આવે છે. ગોકૃપા અમૃતમ્‌ના ઉપયોગથી ખેડૂત ઓછી મહેનતે ખૂબ જ સરળ રીતે સકારાત્મક પરિણામ મેળવી શકે છે. 

(સૌજન્ય : ગોપાલભાઈ સુતરિયાનું પુસ્તક ‘ગોસંસ્કૃતિદ)