For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવાયા

Updated: Apr 28th, 2024

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવાયા

- હાથજમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું

નડિયાદ : રૂપાલાના વિરોધમાં મહુધા વિધાનસભાના ક્ષત્રિય બાહુલ ૨ ગામના ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.  બે દિવસ પહેલા કઠલાલના કાકરખાડમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાનો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો.  આ તરફ હવે મહુધા વિધાનસભામાં આવતા ચલાલી અને હાથજ ગામમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ભાજપના વિરોધ સુધી પહોંચી ગયો છે. ક્ષત્રિયો બાહુલ ગણાતા આ બંને ગામનું હાથજ ગામમાં સંમેલન યોજાયં હતું. 

જેમાં બંને ગામના મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા. જ્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ ક્ષત્રિયોએ શપથ લીધા હતા.

Gujarat