પંચમહાલના ઘોઘંબાની પ્રેમિલાએ સાઉથ કોરિયા યુથ ફેસ્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો


- 36 મી નેશનલ ગેમ્સના યજમાન બનેલા ગુજરાતમાં 

- ઘોઘંબામાં ખેતીનો વ્યવસાય કરતા ખેડૂતની દીકરીની ઉપલબ્ધીથી ગામલોકો ગર્વ અનુભવી રહ્યા છે

નડિયાદ : ૩૬મી નેશનલ ગેમ્સના યજમાન બનેલા ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. એમાં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાની તૈયારીમાં ખુબ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં પણ રમતવીરોનો ઉત્સાહ ખુબ જ વધારે છે. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આવેલાસ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં તીરંદાજી માટે પ્રેમિલા બારિયા પ્રેક્ટીસ કરી રહી છે .

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાથી આવતી પ્રેમિલાએ આર્ચરીની સફર સૌ પ્રથમ પંચમહાલની આશ્રમશાળાથી કરી હતી. ત્યારબાદ ખેલ મહાકુંભે પ્રેમિલાનું જીવન જ બદલી નાખ્યું. ખેલ મહાકુંભમાં સારા પ્રદર્શન બાદ તેણે નડિયાદ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં એડમિશન લીધું હતું. પ્રેમિલાએ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં જોડાયા બાદ સૌ પ્રથમ ધ ગોવા ગેમ્સમાં ભાગ લીધો, જ્યાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે કોરિયા ખાતે યુથ ગેમ્સમાં ભાગ લઇ ઇન્ડિયા માટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું સ્વપ્ન સેવતી પ્રેમિલાએ પોતાની તૈયારી ચાલુ રાખી.  ૨૦૧૭ માં બેંકકોક ખાતે રમાયેલી એશિયા કપમાં પ્રેમિલાએ સિલ્વર મેડલ મેળવી ભારતને ખુબ પ્રસિદ્ધિ અપાવી હતી.૨૦૧૯માં ગુજરાતની આ દીકરીએ બલન યુનિવસટી રમતમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઓલમ્પિક રમતમાં પ્રેમિલા ટોપ ૧૦માં ૮માં ક્રમે રહી હતી.પ્રેમિલાના માતા-પિતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ખેતીનો વ્યવસાયે કરે છે. આજે તેઓ દીકરીની આ ઉપલબ્ધી જોઈ ખુબ જ ગર્વ અનુભવી રહ્યા છે. ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું પોતાની માતાનું સપનું સાકાર કરવા પ્રેમિલા કટીબદ્ધ છે.

ભારતમાં છ વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે ત્યારે ગુજરાત ખાતે યોજાનાર  નેશનલ ગેમ્સમાં તીરંદાજી (આર્ચરી)માં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ ખાતેથી ૨૪ જેટલા રમતવીરો ભાગ લેશે. જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે આર્ચરીમાં એક્સપર્ટ કોચ તરીકે મંગલસિંહ ચેમ્પિયન  તેમજ કોચ જગદીશ ભીલ રમતવીરોને માર્ગદર્શન તથા ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે. દરરોજ ૮ થી ૧૦ કલાકની ટ્રેનિંગ રમતવીરો આર્ચરીના મેદાનમાં કરી રહ્યા છે.

City News

Sports

RECENT NEWS