For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તારાપુરમાં ભયજનક વળાંક પરના ક્રોસિંગને કાયમી બંધ કરવા માંગણી

Updated: Apr 29th, 2024

તારાપુરમાં ભયજનક વળાંક પરના ક્રોસિંગને કાયમી બંધ કરવા માંગણી

- તાજેતરમાં અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત થયું હતું

- દરગાહ નજીકના ક્રોસિંગનો ગોળ ફરવાની આળસે બંને તરફના 20 થી 25 ગામના લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર

તારાપુર : તારાપુર વટામણ હાઇવે પર ઈન્દ્રણજ દરગાહ નજીક તાજેતરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય વાળ કપાવવા નીકળેલા બાઈક સવાર પિતા-પુત્રને હાઇવે પર પુરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલર કારે ટક્કર મારતાં તારાપુર તાલુકાના વલ્લી ગામના ૨૫ વર્ષીય અજીતભાઈ નામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચારે એક વર્ષના બાળકને શરીરે ગંભીર ઇજાઓ થતાં હાલ સારવાર હેઠળ છે.

તારાપુર વટામણ હાઇવે પર આવેલ ઈન્દ્રણજ દરગાહ થી ૫૦૦ મીટર નાં અંતરે બંને તરફ અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. હાલ સર્જાયેલ અકસ્માત સ્થળે આપવામાં આવેલ ક્રોસિંગ જનહિતમાં કાયમ માટે બંધ કરાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આજુબાજનાં ગામોના જાગૃત નાગરિકો ઘટનાસ્થળની બંને તરફ ૫૦૦ મીટરના અંતરે અવાર નવાર સર્જાતા જીવલેણ અકસ્માત નિવારવા માટે દરગાહ નજીકના  જોખમી વળાંક પરના ક્રોસિંગને જનહિતમાં કાયમ માટે બંધ કરવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે. વટામણ થી તારાપુર સિક્સલેન હાઇવે પર મોટાભાગે અંડર બ્રિજ બનાવવામાં આવેલા છે. પરંતુ વટામણ ચોકડીથી તારાપુર ચોકડીની વચ્ચે  ઈન્દ્રણજ દરગાહ પાસે અંડર બ્રિજ બનાવવામાં આવેલ નથી. આ જગ્યા પર સિક્સ લેન હાઇવે બનતા પહેલા પણ પાછલા વર્ષોમાં ઘણા જીવલેણ અકસ્માતો બન્યા હતા. અને અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા. અવાર નવાર સર્જાતા ગંભીર અકસ્માતો ને લઈ અકસ્માત સંભવિત વિસ્તાર હોવા છતાં પણ આ જગ્યા ઉપર અકસ્માત નિવારવા અંડર બ્રિજ બનાવવામાં આવ્યો નથી.

હાઇવ ની આજબાજુના ૨૦ થી ૨૫ ગામના લોકો ગોળ ફરવાની આળસે જીવ જોખમે રોડ ક્રોસ કરી રહ્યા છે.ઈન્દ્રણજ દરગાહ તરફથી ગોરાડ, પાદરા, ખાખસર, રેલ, વરસડા, ખાનપુર, ઇસનપુર, કનેવાલ, વલ્લી સહિત નાં ઘણાખરા ગામોના લોકો ગોળ ફરવાની આળસે આ જોખમી હાઇવે પરનો કટ ક્રોસ કરી સામે ની તરફના કાનાવાડા, ચાંગડા, મિલરામપુરા, દુધારી, ખડા, મોટા કલોદરા, રીંઝા ગામો તરફ જાય છે.

દરગાહ નજીક ભયજનક વળાંક છે.સિકસ લેન હાઈવે પર આ વળાંક પર વાહનો હાઈ સ્પીડ પર દોડતા હોય છે.

વગર બ્રીજે આવા ભયજનક વળાંક પર ક્રોસિંગ એટલે ગંભીર અને ગોઝારા અકસ્માત ને ખુલ્લંર આમંત્રણ આપી રહ્યા છે. આ અંગે વલ્લી ગામના રહિશ પંકજ મહેતાના જણાવ્યા મુજબ તાત્કાલિક ધોરણે દરગાહ પાસેનો ક્રોસિંગ કટ બંધ કરી દેવામાં આવે.આપણે ત્યાં ઊભા રહીએ તો પણ બીક લાગે છે. હાઇવે ની બંને તરફના લોકોને અવરજવર કરવી હોય તો દોઢેક કિમી. ફરી ને અંડરપાસ નો ઉપયોગ કરે. સરકાર ને મારી અપીલ છે આવા ગોઝારા અકસ્માતો ના સર્જાય તે માટે જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

તારાપુર મોટી ચોકડીથી મામલતદાર કચેરી તરફ રોંગ સાઇડે રાત્રિ નાં સમયે બે એક કિમી સુધી હોટલો પર જવા લક્ઝરી અને એસ ટી બસો પુરપાટ ઝડપે દોડતી હોય છે.રાત્રીના અંધકારમાં રહેણાંક વિસ્તારમાંથી રોંગ સાઈડ પર સાક્ષાત યમરાજ બની દોડતી લક્ઝરી અને એસ ટી બસોને લઈ કોઈ ગંભીર અને ગોઝારો અકસ્માત થાય તે પહેલાં વહીવટી તંત્ર તાકીદે પગલાં લે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

Gujarat